
ગુજરાતના પ્રવાસે PM Modi, જાણો રાજકારણની દ્રષ્ટિએ ‘ઉત્તર’ કેમ મહત્વનું?
- GujaratOthers
- October 30, 2023
- No Comment
- 17
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. જેમાં પ્રથમ દિવસે ઉત્તર ગુજરાતનો પ્રવાસ ખેડ્યો છે. વડાપ્રધાન મોદીએ પ્રવાસની શરુઆત શક્તિપીઠ અંબાજીની મુલાકાત સાથે કરી હતી. અંબાજી મંદિરે દર્શન અને પૂજા કર્યા બાદ મોદી મહેસાણા જિલ્લાના ખેરાલુ પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાન મોદીએ પાટણ લોકસભા ક્ષેત્રમાં આવેલા ડોભાડા ગામે જાહેર સભા યોજી હતી.
આ પણ વાંચોઃ સાબરમતી નદીના પટમાંથી 16 કરોડની કિંમતની 5 લાખ મેટ્રિક ટન રેતીની ચોરી, પ્રાંતિજ પોલીસે શરુ કરી તપાસ
મોદીની ઉત્તર ગુજરાત મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લો મહત્વનો છે. જ્યાં ઠાકોર અને ક્ષત્રિય સમાજનુ પ્રભુત્વ રહેલુ છે. આ મતદારોના ગણિતને ધ્યાને રાખીને રાજકીય રીતે મહત્વનો પ્રવાસ પણ માનવામાં આવી રહ્યો છે. પાટણ લોકસભા બેઠક વિસ્તારમાં સભા યોજવા સાથે, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાને પણ પ્રવાસમાં આવરી લેવાયા છે. જાહેરસભામાં સાબરકાંઠા થી પણ લોકો ઉપસ્થિત રહેવાને લઈ તમામ રીતે રાજકીય સમીકરણો અહીં યોગ્ય તાલમેલમાં જોવા મળી રહે છે. આમ ખેરાલુની સભા લોકસભાની ચૂંટણીને લઈ મહત્વની સાબિત થશે. મુલાકાતમાં ઉત્તર ગુજરાતને 6 હજાર કરોડ રુપિયાની ભેટ આપવામાં આવી છે.