ગીર ગઢડાની બે બાળાઓ સાથે નરાધમે કર્યા અડપલા, જુઓ Video
- GujaratOthers
- October 9, 2024
- No Comment
- 8
દિવસેને દિવસે રાજ્યમાં દુષ્કર્મ અને છેડતીના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ બે બાળાઓ સાથે છેડતીની ઘટના બની છે. ગીર ગઢડાના એક ગામમાં બે બાળાઓ શાળાથી પરત ફરીને મંદિર નજીક રમી રહી હતી. તે દરમિયાન 35 વર્ષીય નરાધમે એકલતાનો લાભ ઉઠાવ્યો.
2 બાળા સાથે નરાધમે કર્યા અડપલા
ત્યાર બાદ બન્ને બાળાઓને બોલાવીને બિભત્સ વીડિયો બતાવ્યો અને શારીરિક અડપલાં કર્યા. એટલું જ નહીં આરોપીએ છરી બતાવીને કોઈને ઘટના અંગે જાણ ન કરવાની ધમકી આપી હતી, પરંતુ થોડા દિવસ બાદ બાળકીએ આપવીતી પરિવારને જાણ કરતા તેનીના માતા-પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આરોપી કાળુ જેઠવાની ધરપકડ કરીને પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો.