ગીરસોમનાથ: કોડિનારમાં યુરિયા ખાતર માટે હોબાળો, પોલીસ બોલાવવી પડી, ખેડૂતોનો રોષ થયો વીડિયોમાં કેદ

ગીરસોમનાથ: કોડિનારમાં યુરિયા ખાતર માટે હોબાળો, પોલીસ બોલાવવી પડી, ખેડૂતોનો રોષ થયો વીડિયોમાં કેદ

ગીર-સોમનાથમાં ખાતર માટે ખેડૂતોએ જબરો હોબાળો કર્યો. યુરિયા ખાતર આવી ગયું છે તેવી ખબર મળતા કોડિનાર ખાતર સંઘના ડેપો પર ખેડૂતોની ભીડ ઉમટી પડી. ખાતર માટે લાંબી કતારો લાગી. હવે ખેડૂતોની ભીડ જોઈને સંચાલકોએ યૂરિયા ખાતરનું વેચાણ જ અટકાવી દીધી અને કહ્યું કે દિવાળી બાદ જોઈએ તેટલું ખાતર મળશે.

યુરિયા ખાતર ન મળતા રોષે ભરાયેલા ખેડૂતોએ હોબાળો કર્યો હતો. જેના પગલે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. આખરે પોલીસની દરમિયાનગીરી અને સમજાવટ બાદ મામલો થાળે પડ્યો. ખેડૂતોનો આરોપ છે કે ખાતર હોવા છતાં સંચાલકો નથી આપી રહ્યા.

આ પણ વાંચો: ભાવનગર: મહુવા એપીએમસીમાં ડુંગળીની હરાજી બંધ, વાંચો કયા મુદ્દે ખેડૂતોમાં વ્યાપ્યો રોષ

ખેડૂતોનો આરોપ છે કે ખાતર સંઘના લોકો દાદાગીરી કરે છે કે ખાતર આપવું જ નથી. તમારે જે કરવુ હોય તે કરી લો, તેમનો એવો પણ આક્ષેપ છે કે 1800 થેલી ખાતર છે છતા ખાતર આપવામાં નથી આવી રહ્યુ. 200 ખેડૂતો ખાતર લેવા આવ્યા અને 1800 થેલી ખાતર છે છતા યુરિયા કોઈને આપવામાં આવતુ નથી, તેવો ખેડૂતોનો આરોપ છે.

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

ક્રેડિટ કાર્ડ સંબંધિત આ 4 આદતો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે, વહેલી તકે આદત બદલશો તો ફાયદામાં રહેશો

ક્રેડિટ કાર્ડ સંબંધિત આ 4 આદતો તમને મુશ્કેલીમાં મૂકી…

જો તમે તમારા ક્રેડિટ કાર્ડનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો તે ખૂબ જ મદદરૂપ નાણાકીય સાધન છે. જો પૈસાને લઈને…
આજનું રાશિફળ વીડિયો: આ ત્રણ રાશિના જાતકોને આજે ચાલી રહેલી સમસ્યા દૂર થશે, જાણો કઈ કઈ રાશિ છે, જુઓ વીડિયો

આજનું રાશિફળ વીડિયો: આ ત્રણ રાશિના જાતકોને આજે ચાલી…

આજનું રાશિફળ વીડિયો: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે…
આજનું હવામાન : રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનું જોર વધ્યુ, જાણો તમારા જિલ્લામાં કેટલુ રહેશે તાપમાન, જુઓ વીડિયો

આજનું હવામાન : રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનું જોર…

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. તો આ સાથે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી નથી કરી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *