ગરમીમાં ધગધગ્યું ગુજરાત, સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં, અમદાવાદ એરપોર્ટ પર નોંધાયું 46.6 ડિગ્રી તાપમાન

ગરમીમાં ધગધગ્યું ગુજરાત, સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં, અમદાવાદ એરપોર્ટ પર નોંધાયું 46.6 ડિગ્રી તાપમાન

ગરમીમાં ધગધગ્યું ગુજરાત, સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં, અમદાવાદ એરપોર્ટ પર નોંધાયું 46.6 ડિગ્રી તાપમાન

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો સતત 42 ડિગ્રીની ઉપર જ નોંધાઈ રહ્યો છે. રાત્રીનુ તાપમાન પણ અસામાન્ય નોંધાઈ રહ્યું છે. આજે ગુજરાતમાં સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં નોંધાઈ છે. સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 45.3 ડિગ્રીએ પહોચ્યો છે. જ્યારે બનાસકાંઠાના ડીસામાં 45.1 ડિગ્રી અને અમદાવાદમાં 44.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગે કરેલ આગાહી મુજબ જ ગુજરાતમાં સતત કેટલાક દિવસથી ધરતી આકરા તાપથી ધગધગી રહી છે. બળબળતા તાપને કારણે સૌ કોઈ આકુળવ્યાકુળ થઈ રહ્યાં છે. ગુજરાતમાં દિવસ અને રાત્રીના તાપમાનનો પારો રેકોર્ડ તોડી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં સતત ગરમીનો પારો 42-43 ડિગ્રીને પાર રહ્યો છે. તેના કારણે રાત્રીના લઘુત્તમ તાપમાન પણ ઉંચકાયેલુ રહે છે.

અમદાવાદમાં ગત રાત્રીનું તાપમાન 31.2 ડિગ્રી, અમરેલીમાં 28.1 ડિગ્રી, વડોદરામાં 30.9 ડિગ્રી, ભાવનગર 29, ભૂજ 28.2, છોટા ઉદેપુર 29.6 ડિગ્રી ગરમી નોંધાઈ છે. દાહોદમાં 28.7 ડિગ્રી, ડાંગમાં 26 ડિગ્રી, ગાંધીનગરમાં 31.2 ડિગ્રી, જામનગરમાં 28.8 ડિગ્રી, નલિયા અને પોરબંદરમાં 27 ડિગ્રી, રાજકોટમાં 26 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 29 ડિગ્રી રાત્રીનું તાપમાન નોંધાયું હતું.

આજે દિવસનું સૌથી વધુ તાપમાન સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરમાં નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર થઈને 45.3 ડિગ્રીએ અટક્યો હતો. જ્યારે બનાસકાંઠાના ડીસામાં પણ ગરમીનો પારો 45.1 ડીગ્રીએ અટક્યો છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં તાપમનાનો પારો 44.9 એટલે કે 45 ડિગ્રીએ પહોચ્યો છે.

Related post

આ સોલર કંપનીએ 2 વાર આપ્યા બોનસ શેર, રોકાણકારોને માત્ર 3 વર્ષમાં બનાવ્યા કરોડપતિ

આ સોલર કંપનીએ 2 વાર આપ્યા બોનસ શેર, રોકાણકારોને…

સોલર કંપનીના શેર માત્ર 3 વર્ષમાં 18 રૂપિયાથી વધીને 1800 રૂપિયા થઈ ગયો છે. KPI ગ્રીન એનર્જી શેરોએ છેલ્લા ત્રણ વર્ષમાં…
T20 World Cup: સુપર-8માં ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની સામે ટકરાશે, વરસાદ થશે તો શું થશે? જાણો A ટુ Z વિગતો

T20 World Cup: સુપર-8માં ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની…

હવે T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ સ્ટેજમાં માત્ર 5 મેચ બાકી છે, જે 17 જૂને વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ…
Health Tip: શું તમારું શુગર લેવલ પણ થઈ ગયું છે હાઈ? આ સંકેતોને ક્યારેય અવગણશો નહીં, જાણો

Health Tip: શું તમારું શુગર લેવલ પણ થઈ ગયું…

જો હાઈ બ્લડ શુગર લેવલને સમયસર ઓળખવામાં ન આવે તો તમારા સ્વાસ્થ્યને ખરાબ રીતે નુકસાન થઈ શકે છે. શું તમે હજુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *