ગત વર્ષના સ્ટારની આ વર્ષે ફ્લોપ શરૂઆત, સતત ગગડી રહ્યું છે પ્રદર્શન

ગત વર્ષના સ્ટારની આ વર્ષે ફ્લોપ શરૂઆત, સતત ગગડી રહ્યું છે પ્રદર્શન

ગત વર્ષના સ્ટારની આ વર્ષે ફ્લોપ શરૂઆત, સતત ગગડી રહ્યું છે પ્રદર્શન

શુભમન ગયા વર્ષે ઘણું સારું ક્રિકેટ રમ્યો અને દરેક ફોર્મેટમાં સદી પણ ફટકારી. જેના કારણે જ શુભમનને BCCIના વાર્ષિક એવોર્ડમાં વર્ષ 2022-23નો શ્રેષ્ઠ ભારતીય ક્રિકેટરનો એવોર્ડ મળ્યો. પરંતુ 2024ની શરૂઆતથી જઅને પરિસ્થિતિ જ બદલાઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. કારણકે શુભમનનું પ્રદર્શન સતત ગગડી રહ્યું છે. હૈદરાબાદમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં શુભમન પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. પરંતુ અહીં પણ ગિલે નિરાશ કર્યા હતા.

શુભમન ગિલ 23 રન બનાવી થયો આઉટ

ઈંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટના બીજા દિવસે ગિલ તેના ઓવરનાઈટ સ્કોરમાં માત્ર નવ રન ઉમેર્યા બાદ આઉટ થયો હતો. તે પહેલા દિવસે 14 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. પરંતુ બીજા દિવસે તે 23 રનના અંગત સ્કોર સાથે પેવેલિયન પરત ફર્યો હતો. ગિલે એકદમ રક્ષણાત્મક બેટિંગ કરતા 66 બોલનો સામનો કર્યો અને માત્ર બે ચોગ્ગા ફટકાર્યા. ગિલ ખરાબ શોટ રમીને કેચ આઉટ થયો હતો.

દક્ષિણ આફ્રિકામાં ગિલ નિષ્ફળ રહ્યો

વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે બે ટેસ્ટ મેચોની શ્રેણીની પહેલી મેચમાં પ્રથમ ઈનિંગમાં ગિલ માત્ર બે જ્યારે બીજી ઈનિંગમાં 26 રન જ બનાવી શક્યો. બીજી મેચમાં ગિલ પાસે મોટી ઈનિંગની અપેક્ષા હતી, પરંતુ કેપટાઉનમાં પણ ગિલે નિરાશ કર્યા અને પ્રથમ ઈનિંગમાં 36 તથા બીજી ઈનિંગમાં 10 રન જ બનાવ્યા. એટલે કે દક્ષિણ આફ્રિકામાં બે ટેસ્ટમાં ગિલના બેટમાંથી માત્ર 74 રન જ આવ્યા.

ગિલના ફોર્મ પર સવાલો ઉઠયા

આ પહેલા ગિલ સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝમાં પણ આઉટ ઓફ ફોર્મ હતો. બે T20 મેચમાં તેણે એક મેચમાં 8 રન અને બીજી મેચમાં 0 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપ બાદથી ગિલના પ્રદર્શન પર નજર કરીએ તો તેણે બેટિંગ કરી નથી અને તેથી તેના ફોર્મ પર સવાલો ઉઠી રહ્યા હતા.

શું ગિલ ટીમમાં પોતાનું સ્થાન બચાવી શકશે?

ભારતે તેની આગામી શ્રેણી ઘરઆંગણે રમવાની હતી. તેથી, એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ગિલ ઘરઆંગણે રમતી વખતે ફરીથી ફોર્મ મેળવશે. પરંતુ પ્રથમ મેચની પ્રથમ ઈનિંગમાં ગિલે જે પ્રકારની બેટિંગ દેખાડી છે તેનાથી તેના ફોર્મ પર ઉઠેલા સવાલો વધુ ઘેરા બની ગયા છે. હવે સવાલ એ છે કે શું ગિલ ટીમમાં પોતાનું સ્થાન બચાવી શકશે? હજુ એક વધુ ઈનિંગ બાકી છે અને જો ગિલ તેમાં સારી ઈનિંગ નહીં રમે તો તેનું આગામી મેચમાં ટીમમાં સ્થાન મુશ્કેલીમાં મુકાઈ જશે.

આ પણ વાંચો : સાનિયા મિર્ઝાથી છૂટાછેડા બાદ શોએબ મલિક પર લાગ્યો મેચ ફિક્સિંગનો આરોપ, ટીમમાંથી હાંકી કઢાયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

દ્વારકા વીડિયો : PM નરેન્દ્ર મોદીએ જગત મંદિરે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું

દ્વારકા વીડિયો : PM નરેન્દ્ર મોદીએ જગત મંદિરે દ્વારકાધીશના…

દ્વારકાના જગત મંદિરમાં PM નરેન્દ્ર મોદીમાં ભગવાન દ્વારકાધીશની પૂજા કરી છે. તેમજ આરતી પણ કરી છે. આજે પીએમ નરેન્દ્ર મોદીએ દિવસની…
What India Thinks Today: ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પાસેથી જાણો શું મોદી સરકાર કરશે હેટ્રિક ? કેવી રીતે ?

What India Thinks Today: ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પાસેથી…

દેશનું સૌથી મોટું ન્યૂઝ નેટવર્ક TV 9 ફરી એકવાર તેના What India Thinks Today પ્લેટફોર્મ સાથે તૈયાર છે. આ 3 દિવસીય…
Ahmedabad Video : માંડલ-અમરેલી અંધાપાકાંડમાં મોટી કાર્યવાહી, 3 ડોકટરને કરાયા સસ્પેન્ડ

Ahmedabad Video : માંડલ-અમરેલી અંધાપાકાંડમાં મોટી કાર્યવાહી, 3 ડોકટરને…

માંડલ – અમરેલી અંધાપાકાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અંધાપાકાંડના પગલે ગુજરાત મેડિકલ કાઉન્સિલએ મીટીંગ કરી હતી જેમાં એક મોટો નિર્ણય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *