ખોટમાં છે અદાણી ગ્રૂપની આ કંપની, શેરનો ભાવ આવ્યો 93 રૂપિયા પર

ખોટમાં છે અદાણી ગ્રૂપની આ કંપની, શેરનો ભાવ આવ્યો 93 રૂપિયા પર

ખોટમાં છે અદાણી ગ્રૂપની આ કંપની, શેરનો ભાવ આવ્યો 93 રૂપિયા પર

ગૌતમ અદાણી ગ્રૂપની સિમેન્ટ કંપની સાંઘી ઈન્ડસ્ટ્રીઝે તેના માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. માર્ચ 2024ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં આ કંપનીની ચોખ્ખી ખોટ રૂપિયા 19.02 કરોડ હતી. એક વર્ષ અગાઉ સમાન ગાળામાં રૂપિયા104.56 કરોડની ખોટ થઈ હતી. માર્ચ 2024ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં વેચાણ 26.66% વધીને રૂપિયા 284.78 કરોડ થયું છે જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં રૂપિયા 225 કરોડ હતું.

સમગ્ર નાણાકીય વર્ષની સ્થિતિ

માર્ચ 2024ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં કંપનીએ રૂપિયા 448.79 કરોડની ખોટ નોંધાવી હતી, જ્યારે માર્ચ 2023માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં રૂપિયા 325.70 કરોડની ખોટ થઈ હતી. માર્ચ 2024માં પૂરા થતા નાણાકીય વર્ષમાં વેચાણ 11.29% ઘટીને રૂપિયા 820.17 કરોડ થયું હતું. માર્ચ 2023માં પૂરા થયેલા વર્ષ દરમિયાન તે રૂપિયા 924.50 કરોડ હતો.

શેરની સ્થિતિ વિશે જાણો

સાંઘી ઇન્ડસ્ટ્રીઝના શેરની વાત કરીએ તો ગયા શુક્રવારે તે 92.99 રૂપિયા પર હતો. શેર એક દિવસ અગાઉની સરખામણીમાં 0.21% ઘટીને બંધ રહ્યો હતો. જાન્યુઆરી 2024માં શેર વધીને રૂપિયા 156.20 થયો હતો. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી છે. જો કે આ પછી શેરમાં વેચવાલી થઈ અને ભાવ 100 રૂપિયાની નીચે આવી ગયો છે.

તાજેતરમાં, સાંઘી ઇન્ડસ્ટ્રીઝના બોર્ડે નોન-કન્વર્ટિબલ રિડીમેબલ પ્રેફરન્શિયલ શેર્સ (RPS) જાહેર કરીને રૂપિયા 2,200 કરોડ સુધી એકત્ર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. કંપનીએ કહ્યું કે તે શેરધારકોની મંજૂરીને આધીન છે.

અદાણી ગ્રૂપે હસ્તગત કરી હતી

ગયા વર્ષે જ અદાણી ગ્રુપની કંપની અંબુજા સિમેન્ટે ગુજરાતની સાંઘી ઇન્ડસ્ટ્રીઝને હસ્તગત કરી હતી. સિમેન્ટ બિઝનેસથી સંબંધિત સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરહોલ્ડિંગ પેટર્ન વિશે વાત કરીએ તો, પ્રમોટરો 78.52 ટકા હિસ્સો ધરાવે છે. જાહેર શેરધારકો કંપનીના 21.48 ટકા શેર ધરાવે છે. તમને જણાવી દઈએ કે સાંઘી પહેલા વર્ષ 2022માં અદાણી ગ્રુપે અંબુજા અને ACCને હસ્તગત કરી હતી.

આ પણ વાંચો: નિષ્ણાતોએ કહ્યું આ ગુજરાતીની કન્સ્ટ્રક્શન કંપનીનો શેર 80 રૂપિયા સુધી જશે, ચૂંટણી પછી મળશે મોટા ઓર્ડર!

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Related post

અરવલ્લીઃ મોડાસામાં વોટર પાર્કને સીલ કરાયો, તંત્રએ હાથ ધરી કાર્યવાહી, જુઓ

અરવલ્લીઃ મોડાસામાં વોટર પાર્કને સીલ કરાયો, તંત્રએ હાથ ધરી…

અરવલ્લી જિલ્લામાં પણ લાઈસન્સ વિના જ ચાલતી રાઈડ્સ અને ગેમ ઝોનને લઈ તંત્ર હવે એકાએક જાગૃત થયું હોય એમ કાર્યવાહી હાથ…
ટીઆરપી ગેમ ઝોનની ફાયર એનઓસી મુદ્દે કોણ સાચુ ? રાજકોટ પોલીસ કમિશનર કે ચીફ ફાયર ઓફિસર ? જુઓ વીડિયો

ટીઆરપી ગેમ ઝોનની ફાયર એનઓસી મુદ્દે કોણ સાચુ ?…

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 ના મોત થયા બાદ પણ, તંત્ર દ્વારા કંઈક છુપાવાતુ હોવાનું લોકો કહી રહ્યાં છે.…
Explainer– ચૂંટણી પછી સોનાના ભાવ કેમ વધે છે, શું આ વખતે પણ બનશે રેકોર્ડ?

Explainer– ચૂંટણી પછી સોનાના ભાવ કેમ વધે છે, શું…

વિશ્વમાં જો કોઈ એસેટને સૌથી વધુ સુરક્ષિત માનવામાં આવી હોય તો તે સોનુ છે. સોનાએ રોકાણકારોને ક્યારેય નિરાશ કર્યા નથી. જો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *