ખેડૂતોને ડ્રોન પાયલોટની તાલીમ માટે સરકારે હટાવ્યો આ નિયમ, જાણો કેવી રીતે મળશે ફ્રીમાં ડ્રોન ટ્રેનિંગ

ખેડૂતોને ડ્રોન પાયલોટની તાલીમ માટે સરકારે હટાવ્યો આ નિયમ, જાણો કેવી રીતે મળશે ફ્રીમાં ડ્રોન ટ્રેનિંગ

ખેડૂતોને ડ્રોન પાયલોટની તાલીમ માટે સરકારે હટાવ્યો આ નિયમ, જાણો કેવી રીતે મળશે ફ્રીમાં ડ્રોન ટ્રેનિંગ

કૃષિ ક્ષેત્રમાં ડ્રોન આવ્યા બાદ ખેડૂતોના ઘણા કાર્યો જે પહેલા કલાકો લાગતા હતા તે હવે ગણતરીની મિનિટોમાં કરી શકાય છે. મોટાભાગના યુવાઓ ડ્રોન પાયલટને એક સારી કારકિર્દી તરીકે જુએ છે. જેથી યુવકો અને યુવતીઓ ડ્રોન ઓપરેટિંગ માટે તાલીમ મેળવીને કૃષિ અને અન્ય સેક્ટરમાં સારી કારકિર્દી બનાવી રહ્યા છે. આજના સમયમાં ડ્રોનની માગને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તેના માટેના નિયમોમાં ફેરફાર કરતી રહે છે.

યુવાનોને ડ્રોન પાઈલટ બનવાની તાલીમ

આ ક્રમમાં હરિયાણા સરકાર દ્વારા તાજેતરમાં ડ્રોન પાઇલટ માટેના કેટલાક નિયમો હટાવ્યા છે, જેથી રાજ્યના યુવાનો સરળતાથી તેની તાલીમ લઈ શકે. તમને જણાવી દઈએ કે હરિયાણા સરકાર હાલમાં રાજ્યના યુવાનોને ડ્રોન પાઈલટ બનવાની તાલીમ આપી રહી છે. માહિતી અનુસાર અત્યાર સુધીમાં અંદાજે 100 લોકોને હરિયાણાના સરકારી RTPO તરફથી ટ્રેનિંગ આપવામાં આવી છે.

ડ્રોન તાલીમ માટે આ નિયમ હટાવી દેવામાં આવ્યો

હરિયાણા સરકારે ડ્રોન પાયલોટ ટ્રેનિંગ માટે પાસપોર્ટની આવશ્યકતા હટાવી દીધી છે. સરકાર તરફથી ડ્રોન તાલીમનો લાભ લેવા માટે યુવાનો માટે પહેલા પાસપોર્ટ હોવો ફરજિયાત હતો. પરંતુ ખેડૂતોની સમસ્યાને જાણી અને સમજીને કેન્દ્ર સરકારે પોતાનો નિર્ણય પરત ખેંચ્યો છે.

યુવાનોને મળશે ફ્રીમાં પાયલોટની ડ્રોન ટ્રેનિંગ

રાજ્ય સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા અંદાજે 500 યુવાનોને ખેતી માટે મફત ડ્રોન પાયલોટની તાલીમ આપવામાં આવશે. યુવાનોને આ સુવિધા હરિયાણામાં દ્રષ્ટિ દ્વારા સંચાલિત રિમોટ પાયલોટ ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન (RPTO) તરફથી મળશે.

આ પણ વાંચો : બજેટમાં ખેડૂતોને મળી શકે છે મોટી ભેટ, PM કિસાન યોજનાની રકમમાં થઈ શકે 50 ટકાનો વધારો, 6000 રૂપિયાને બદલે મળશે 9000 રૂપિયા

ડ્રોન ખરીદવા પર મળશે સબસિડી

ડ્રોન ખરીદવા માટે ડ્રોનની તાલીમ મેળવનારા યુવાનોને સરકાર સબસિડીની સુવિધા પણ આપશે. સરકાર ડ્રોનની ખરીદી પર 80 ટકા સુધીની સબસિડી આપવાની તૈયારી કરી રહી છે. હાલ બજારમાં ડ્રોનના ભાવ અંદાજે 10 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેથી ડ્રોનના આ ખર્ચ પર સરકાર દ્વારા 8 લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવશે. તે મૂજબ ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે માત્ર 2 લાખ રૂપિયાનો જ ખર્ચ થશે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

50 વર્ષ પછી ચંદ્ર પર ઉતર્યું અમેરિકાનું પહેલું પ્રાઈવેટ સ્પેસક્રાફ્ટ, જાણો મિશન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો

50 વર્ષ પછી ચંદ્ર પર ઉતર્યું અમેરિકાનું પહેલું પ્રાઈવેટ…

લગભગ 50 વર્ષમાં પ્રથમ વખત કોઈ અમેરિકન અવકાશયાન ચંદ્ર પર ઉતર્યું છે. ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટેનું પ્રથમ અમેરિકન મિશન…
દુનિયાનું એકમાત્ર એવું મંદિર જ્યાં ખિસકોલીના રૂપમાં વિરાજમાન છે હનુમાનજી, જાણો રોચક કથા

દુનિયાનું એકમાત્ર એવું મંદિર જ્યાં ખિસકોલીના રૂપમાં વિરાજમાન છે…

Gilahraj Hanuman Mandir: માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ભગવાન રામ અને હનુમાનજીના અનેક મંદિરો છે અને તે મંદિરોની પોતાની…
ભાવનગર વીડિયો: આઝાદ નગર વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ, તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા 5 લોકો ઈજાગ્રસ્ત

ભાવનગર વીડિયો: આઝાદ નગર વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ,…

રાજ્યમાં અવારનવાર જૂથ અથડામણની ઘટના બનતી હોય છે. ત્યારે ભાવનગર જિલ્લામાં વધુ એક વાર જૂથ અથડામણની ઘટના બની છે.  ભાવનગરના આઝાદ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *