
ખેડા : ડાકોરમાં રખડતા ઢોરનો આતંક યથાવત, ગાયે 15 જેટલા વ્યક્તિઓને લીધા અડફેટે
- GujaratOthers
- November 20, 2023
- No Comment
- 10
રાજ્યમાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ખેડાના ડાકોરમાં વધુ રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. એકાએક ગાય વિફરતા 15 જેટલા વ્યક્તિઓને અડફેટે લીધા હતા. ગાય વિફરતા કૈલાશ રાઈસ મીલ વિસ્તારમાં નાશભાગ મચી હતી.
આ પણ વાંચો ખેડા: વડોલ ગામે હડકાયા શ્વાનનો આતંક, 40થી વધુ લોકોને ભર્યા બચકાં
ગાયે અડફેટે લેતા 15 લોકોને ઈજા પહોંચી હતી. જેમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આખરે ડાકોર પાલિકાએ ગાયને કાબુમાં લીધી હતી. જેથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ત્યારે રખડતા ઢોરના વધતા આતંકને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે પાલિકા હવે આ રખડતા પશુઓ પર અંકુશ મેળવે તેવી લોકો માગ કરી રહ્યા છે.