ખુશ ખબર… રેલવે આસિસ્ટન્ટ લોકો પાયલટની ભરતીમાં વય મર્યાદા વધારી, હવે આ ઉમેદવારો પણ કરી શકશે અપ્લાય

ખુશ ખબર… રેલવે આસિસ્ટન્ટ લોકો પાયલટની ભરતીમાં વય મર્યાદા વધારી, હવે આ ઉમેદવારો પણ કરી શકશે અપ્લાય

ખુશ ખબર… રેલવે આસિસ્ટન્ટ લોકો પાયલટની ભરતીમાં વય મર્યાદા વધારી, હવે આ ઉમેદવારો પણ કરી શકશે અપ્લાય

રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. રેલવેએ આસિસ્ટન્ટ લોકો પાયલટ માટે અરજી કરવાની ઉંમર વધારી છે. રેલવેએ આ અંગે એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. ઉમેદવારો વય મર્યાદા વધારવાની માગ કરી રહ્યા હતા, જેના પછી રેલવેએ આ નિર્ણય લીધો. આસિસ્ટન્ટ લોકો પાયલોટની કુલ 5696 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે અને આ માટેની અરજી પ્રક્રિયા 20 જાન્યુઆરી, 2024થી શરૂ થઈ ગઈ છે.

અરજીની છેલ્લી તારીખ ફેબ્રુઆરીમાં

રેલવેએ જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ વય મર્યાદામાં છૂટછાટ આપ્યા બાદ ઉમેદવારો આ ભરતી માટે 31 જાન્યુઆરી 2024થી અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 19 ફેબ્રુઆરી 2024 છે.

કેટલી ઉંમરમાં છૂટછાટ આપવામાં આવે છે?

ઉંમરમાં 3 વર્ષ સુધી છૂટછાટ આપવામાં આવે છે. હવે જનરલ કેટેગરીની મહત્તમ વય મર્યાદા વધારીને 33 વર્ષ કરવામાં આવી છે. અગાઉ અરજી માટે સામાન્ય કેટેગરીની વય મર્યાદા 18 વર્ષથી 30 વર્ષની વચ્ચે નક્કી કરવામાં આવી હતી. અનામત વર્ગના ઉમેદવારોને પહેલાંની જેમ જ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળશે. હવે 1 જુલાઈ 2024થી ઉંમરની ગણતરી કરવામાં આવશે.

અરજી માટે પાત્રતાના માપદંડ શું છે?

અરજી સબમિટ કરવા માટે ઉમેદવારો માટે 10મું પાસ હોવું ફરજિયાત છે. આ ઉપરાંત સંબંધિત શાખામાં ત્રણ વર્ષનો એન્જિનિયરિંગ ડિપ્લોમા કરેલું હોવું જોઈએ. જનરલ કેટેગરીએ 500 રૂપિયાની અરજી ફી ભરવાની રહેશે. જ્યારે એસસી અને એસટી કેટેગરીએ 250 રૂપિયા અરજી ફી જમા કરાવવાની રહેશે.

તમને જણાવી દઈએ કે આસિસ્ટન્ટ લોકો પાયલોટ પદ માટે પસંદગી CBT 1, CTT 2 વગેરે પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. આ ભરતી સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારો રેલવે ભરતી બોર્ડ દ્વારા અગાઉ આપવામાં આવેલી જાહેરાત જોઈ શકે છે. આ માટેની અરજીઓ સંબંધિત વિસ્તારની RRB વેબસાઈટ દ્વારા કરી શકાય છે.

Related post

મીન રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે કાર્યસ્થળે ફાયદો થશે, અડચણ દૂર થવાની સંભાવના

મીન રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે…

સાપ્તાહિક રાશિફળ 26 February to 3 March 2024: જાણો કેવો રહેશે તમારું અઠવાડિયું? અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા…
કુંભ રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે સારા સમાચાર મળશે, ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે

કુંભ રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે…

સાપ્તાહિક રાશિફળ 26 February to 3 March 2024: જાણો કેવો રહેશે તમારું અઠવાડિયું? અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા…
મકર રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે અટકેલા નાણાં પરત મળશે, મતભેદ દૂર થશે

મકર રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે…

સાપ્તાહિક રાશિફળ 26 February to 3 March 2024: જાણો કેવો રહેશે તમારું અઠવાડિયું? અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *