ક્યુટ બેબી બમ્પ સાથે જોવા મળી દીપિકા પાદુકોણ, પતિનો હાથ પકડી મત આપવા પહોંચી, જુઓ વીડિયો

ક્યુટ બેબી બમ્પ સાથે જોવા મળી દીપિકા પાદુકોણ, પતિનો હાથ પકડી મત આપવા પહોંચી, જુઓ વીડિયો

ક્યુટ બેબી બમ્પ સાથે જોવા મળી દીપિકા પાદુકોણ, પતિનો હાથ પકડી મત આપવા પહોંચી, જુઓ વીડિયો

હાલમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, આજે પાંચમાં તબક્કાનું મતદાન છે. સોમવારે સવારથી જ બોલિવુડ સ્ટાર પોતાનો કિંમત મત આપતા જોવા મળી રહ્યા છે , આ લિસ્ટમાં અક્ષય કુમારથી લઈ અનુપમ ખેર, ધર્મેન્દ્ર, સલીમ ખાન સહિત અનેક બોલિવુડ સ્ટારે પોતાનો મત આપ્યો છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ પણ મત આપતા જોવા મળ્યા હતા. અભિનેતા પ્રેગ્નેટ પત્નીને ભીડમાંથી પ્રોટેક્ટ કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

દીપિકા પાદુકોણનું બેબી બમ્પ જોવા મળ્યું

બંન્ને સ્ટાર વ્હાઈટ કપડાંમાં જોવા મળી રહ્યા છે. જેમાં પહેલી વખત દીપિકા પાદુકોણનું બેબી બમ્પ સ્પષ્ટ જોવા મળ્યું હતુ. દીપિકા પાદુકોણ સપ્ટેમ્બર મહિનામાં પહેલા બાળકને જન્મ આપશે. મત આપ્યા બાદ જેવા બંન્ને સ્ટાર પોલિંગ બુથમાંથી બહાર આવ્યા તો. પાપારાજી અને ચાહકોની બહાર ભીડ જામી ગઈ હતી. ત્યારે પતિ રણવીર સિંહ પત્નીને સંભાળતો કાર પાસે લઈ ગયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, અભિનેત્રીને ચાલવામાં તકલીફ પણ પડી રહી છે. ત્યારે પતિ તેને હાથ પકડીને લઈ જાય છે.

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

 

વર્કફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બંન્ને સાથે સિંધમ અગેનમાં જોવા મળશે. આ સિવાય રણવીર સિંહ ડોન-3 માટે પણ ચર્ચામાં છે.રિપોર્ટ મુજબ દીપિકા પદુકોણ પાદુકોણ સપ્ટેમ્બર મહિનામાં માતા બનશે. તેમણે 14 નવેમ્બર 2018ના રોજ રણવીર સિંહ સાથે લગ્ન કર્યા હતા. આ પહેલા એક બીજાને ડેટ કરતા હતા

સ્ટાર કપલના બાળકની રાહ જોઈ રહ્યા છે

અભિનેત્રી હાલમાં પ્રેગ્નેસીનો પરિયડનો આનંદ માણી રહી છે. થોડા સમય પહેલા દીપિકા પદુકોણ પાદુકોણે સોય દોરાથી એમ્બ્રોડરી વર્કનો ફોટો શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું આશા છે કે, હું કમ્પલીટ વર્ઝન શેર કરવા માટે સક્ષમ થાઉં. દીપિકાની આ પોસ્ટ પર લોકો કોમેન્ટ પણ કરી હતી.

આ પણ વાંચો : સુશાંત સિંહ રાજપૂતના હમશકલને જોઈ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા, કહ્યું આને કહેવાય કુદરતનો કરિશ્મા

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

આ સોલર કંપનીએ 2 વાર આપ્યા બોનસ શેર, રોકાણકારોને માત્ર 3 વર્ષમાં બનાવ્યા કરોડપતિ

આ સોલર કંપનીએ 2 વાર આપ્યા બોનસ શેર, રોકાણકારોને…

સોલર કંપનીના શેર માત્ર 3 વર્ષમાં 18 રૂપિયાથી વધીને 1800 રૂપિયા થઈ ગયો છે. KPI ગ્રીન એનર્જી શેરોએ છેલ્લા ત્રણ વર્ષમાં…
T20 World Cup: સુપર-8માં ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની સામે ટકરાશે, વરસાદ થશે તો શું થશે? જાણો A ટુ Z વિગતો

T20 World Cup: સુપર-8માં ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની…

હવે T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ સ્ટેજમાં માત્ર 5 મેચ બાકી છે, જે 17 જૂને વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ…
Health Tip: શું તમારું શુગર લેવલ પણ થઈ ગયું છે હાઈ? આ સંકેતોને ક્યારેય અવગણશો નહીં, જાણો

Health Tip: શું તમારું શુગર લેવલ પણ થઈ ગયું…

જો હાઈ બ્લડ શુગર લેવલને સમયસર ઓળખવામાં ન આવે તો તમારા સ્વાસ્થ્યને ખરાબ રીતે નુકસાન થઈ શકે છે. શું તમે હજુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *