કેવું રહેશે આ વર્ષનું બજેટ? આગામી બજેટમાં શું છે અપેક્ષાઓ? જાણો વિગતવાર

કેવું રહેશે આ વર્ષનું બજેટ? આગામી બજેટમાં શું છે અપેક્ષાઓ? જાણો વિગતવાર

કેવું રહેશે આ વર્ષનું બજેટ? આગામી બજેટમાં શું છે અપેક્ષાઓ? જાણો વિગતવાર

આવતીકાલે એટલે કે, 1 ફેબ્રુઆરી 2024ના રોજ બજેટ રજૂ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ છઠ્ઠી વખત બજેટ રજૂ કરશે. છેલ્લા કેટલાક વર્ષોથી બજેટમાં મેડ ઈન ઈન્ડિયા પર ભાર આપવામાં આવી રહ્યો છે. આ વખતે પણ બજેટને લઈને મેક ઈન ઈન્ડિયા માટે કેટલીક મોટી જાહેરાતો થઈ શકે છે. ટેક કંપનીઓની માગ છે કે ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવામાં આવે જેથી કાચા માલની બલ્કમાં આયાત કરી શકાય.

ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો કરી શકે

ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ માટે કાચો માલ બનાવવામાં આવતો નથી. આ માટે ટેક કંપનીઓએ ચીન જેવા દેશ પર નિર્ભર છે. બજેટને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ સસ્તી થશે કારણ કે સરકાર આગામી બજેટમાં ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો કરી શકે છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, સ્માર્ટફોન બનાવવા માટે વપરાતા ઈલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ પર ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડી શકાય છે. જેમાં ઘટાડા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્ટાર્ટઅપ માટે પ્રોત્સાહન અને સમર્થનની જરૂરીયાત

મેસી ડેસ્ક મીડિયાના CEO અને ફાઉન્ડર અખિલેશ શુક્લાએ કહ્યુ કે, વચગાળાનું બજેટ ડીપ ટેક અને ઉભરતી ટેક્નોલોજીમાં નવીનતાઓ દ્વારા સંચાલિત ભારતના સ્ટાર્ટઅપ માર્ગ પર ખૂબ જ જરૂરી દબાણ જાળવી રાખવાની તક પૂરી પાડે છે. અગ્રણી યુએસ અને ચીનની સમકક્ષ ભારત GenAI વિકાસનું દીવાદાંડી બની શકે છે. વચગાળાનું બજેટ સ્થિતિસ્થાપક પ્રગતિ જાળવવા વિશે છે, તેથી નીતિ બાજુથી સતત સમર્થનની જરૂર છે.

આ પણ વાંચો : જો તમે સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર, બજેટ પહેલા સરકારના નિર્ણયથી ફોન થશે સસ્તા

સમય અને સંસાધનોની બચત કરશે

આત્મનિર્ભર ભારત અને સરહદો વિનાની નવીનતા માટે સરકારના દબાણને ધ્યાનમાં લેતા, અમે નાણામંત્રી પાસેથી આ ક્ષેત્ર માટે કેટલીક અપેક્ષા રાખીએ છીએ. એક ટેક ઉદ્યોગ સાહસિક તરીકે, હું પ્રોજેક્ટ અથવા સર્વિસિસ પસંદ કરતી વખતે સ્ટાર્ટઅપ માટે સરળ પેપર વર્કની ખાતરી આપીશ. આ તેમના સમય અને સંસાધનોની બચત કરશે અને તેમની વધુ ભાગીદારીને પ્રોત્સાહિત કરશે. કંપની એન્ટરપ્રાઇઝ આઇટી કોમર્સ પ્લેટફોર્મ TechShots ચલાવે છે

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

દ્વારકા વીડિયો : PM નરેન્દ્ર મોદીએ જગત મંદિરે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું

દ્વારકા વીડિયો : PM નરેન્દ્ર મોદીએ જગત મંદિરે દ્વારકાધીશના…

દ્વારકાના જગત મંદિરમાં PM નરેન્દ્ર મોદીમાં ભગવાન દ્વારકાધીશની પૂજા કરી છે. તેમજ આરતી પણ કરી છે. આજે પીએમ નરેન્દ્ર મોદીએ દિવસની…
What India Thinks Today: ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પાસેથી જાણો શું મોદી સરકાર કરશે હેટ્રિક ? કેવી રીતે ?

What India Thinks Today: ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પાસેથી…

દેશનું સૌથી મોટું ન્યૂઝ નેટવર્ક TV 9 ફરી એકવાર તેના What India Thinks Today પ્લેટફોર્મ સાથે તૈયાર છે. આ 3 દિવસીય…
Ahmedabad Video : માંડલ-અમરેલી અંધાપાકાંડમાં મોટી કાર્યવાહી, 3 ડોકટરને કરાયા સસ્પેન્ડ

Ahmedabad Video : માંડલ-અમરેલી અંધાપાકાંડમાં મોટી કાર્યવાહી, 3 ડોકટરને…

માંડલ – અમરેલી અંધાપાકાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અંધાપાકાંડના પગલે ગુજરાત મેડિકલ કાઉન્સિલએ મીટીંગ કરી હતી જેમાં એક મોટો નિર્ણય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *