કેન્દ્ર સરકારનું ‘પરિશ્રમને અજવાળીએ’ કેમ્પેઈન, વોકલ ફોર લોકલ સાથે તાપીમાં હસ્તકલાની વસ્તુઓનું પ્રદર્શન

કેન્દ્ર સરકારનું ‘પરિશ્રમને અજવાળીએ’ કેમ્પેઈન, વોકલ ફોર લોકલ સાથે તાપીમાં હસ્તકલાની વસ્તુઓનું પ્રદર્શન

કેન્દ્ર સરકારનું ‘પરિશ્રમને અજવાળીએ’ કેમ્પેઈન, વોકલ ફોર લોકલ સાથે તાપીમાં હસ્તકલાની વસ્તુઓનું પ્રદર્શન

કેન્દ્ર સરકાર દ્વારા ‘પરિશ્રમને અજવાળીએ’ કેમ્પેઈનને વેગવાન બનાવવામાં આવ્યુ છે. ત્યારે તાપી જિલ્લામાં હસ્ત કલા યોજના અંતર્ગત ‘દિવાળી હસ્ત કલા’ પ્રદર્શન થકી લોકલ કલાકારોને પ્લેટફોર્મ પુરુ પાડવામાં આવ્યું છે.

તાપી જિલ્લાના વ્યારા તાલુકા ખાતે 3 નવેમ્બર થી 11 નવેમ્બર એટલેકે દિવાળી સુધી તહેવારોને ધ્યાને લઈ ઈન્ટરપ્રોનીયોરશીપ ડેવલોપમેન્ટ ઈન્સટીટયુટ ઓફ ઈન્ડિયા (EDII) દ્વારા તાપી જિલ્લાની આર્ટ અને કલ્ચરની વિવિધ હસ્તકલાની વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે હસ્ત કલા યોજના અંતર્ગત ‘દિવાળી હસ્ત કલા’ પ્રદર્શનનું આયોજન ઔદીચ્ય સમાજ વાડી, ઝંડા ચોક તળાવ રોડ,વ્યારા ખાતે કરવામાં આવ્યું છે.

જે અન્વયે ગત તા. 3 નવેમ્બર શુક્રવારના દિને જીલ્લા ઉધોગ કેન્દ્ર –તાપી વ્યારાના જનરલ મેનેજર ધર્મેશ સોલંકી દ્વારા આ પ્રદર્શન કેન્દ્રને ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું. આ પ્રદર્શન અંતર્ગત હાથ બનાવટની વસ્તુઓ જેવીકે નારીયેલના રેસાની વસ્તુઓ, નાગલીની બનાવટ, આયુર્વેદિક સાબુ, ઈમીટેશન જવેલરી, બ્લોક પેઈન્ટીંગ કાપડ, ખાધ પદાર્થનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

તેમજ જીલ્લાની ODOP, દેશી ચોખા, દેશી કઠોળ, ગાયના છાણમાંથી બનેલા રંબેરંગી દિવડા, મેક્રેમની વિવિધ દોરીની બનાવટો, વારલી પેઇન્ટીંગસ, રેઝીન આર્ટ, વાંસકામની બનાવટની વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યુ છે.

આ પ્રંસગે ડી.ડી.સોંલકી દ્વારા પ્રદર્શન મા ભાગ લેતી મહીલા કારીગરોને વુમન એમ્પાવરમેન્ટના ઉતમ ઉદાહરણ તરીકે ગણાવ્યુ હતું. તેમજ પ્રદર્શન થકી હસ્તકલા સેતુ યોજના અને જીલ્લાની આર્ટ કલ્ચર વસ્તુઓના વેપાર ઉધોગને વેગ મળશે નવા ઉધોગ સાહ્સિકોને આગળ વધવા સાથે લોકોને પર્યાવરણ અનુકુળ વસ્તુઓના વપરાશ માટે જાગૃતતા લાવવામાં પ્રોત્સાહન મળી રહ્શે તેમ પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો : સોનગઢ પોલીસે પશુ ભરીને મહારાષ્ટ્ર કતલખાને લઈ જવાતી ટ્રક ઝડપી, 4 ટ્રકમાંથી કુલ 69 ભેંસ બચાવાઈ

નોંધનિય છે કે, ‘પરિશ્રમને અજવાળીએ’ કેમ્પેઈન અંતર્ગત સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્તરે નાના વેપારીઓના રોજગાર વૃદ્ધિના શુભ હેતુથી આરંભાયેલું આ કેમ્પેઈન 1 નવેમ્બર થી 20 નવેમ્બર,2023 સુધી ચાલવાનું છે જેમાં નાના-મધ્યમ વેપારીઓના વેપારને પ્રોત્સાહન મળે તે માટે સ્થાનિક કારીગરો પાસેથી ચિજ વસ્તુઓ ખરીદી તેની રીલ- વીડિયો કે વીડિયો બનાવી # vocalforlocal હેશટેગનો ઉપયોગ કરી સોશિયલ મીડિયા ઉપર મુકીએ અને @InfoGujarat ને ટેગ કરો.

આ પ્રદર્શન કેન્દ્રમાંથી વધારેમાં વધારે ચીજ વસ્તુઓ ખરીદી લોકલ કલાકારોને આર્થીકરૂપ મદદરૂપ થઇ ‘વોકલ ફોર લોકલ’ બનવા જિલ્લા તંત્ર દ્વારા જાહેર જનતાને ખાસ અનુરોધ કરાયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

નર્મદા : કમોસમી વરસાદ બાદ ખેતીના નુકસાનને ઘટાડવા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

નર્મદા : કમોસમી વરસાદ બાદ ખેતીના નુકસાનને ઘટાડવા ખેતીવાડી…

રાજયમાં 25 અને 26 નવેમ્બર 2023 દરમિયાન પશ્ચિમની વિક્ષોભ તથા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરરૂપે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મધ્યમથી ભારે કમોસમી વરસાદ…
આ ખેલાડીઓ 9 હજારનું હેલ્મેટ પહેરી મેદાનમાં રમે છે, વિદેશી ખેલાડીઓ પણ છે સામેલ

આ ખેલાડીઓ 9 હજારનું હેલ્મેટ પહેરી મેદાનમાં રમે છે,…

તમે જોતા હશો કે જ્યારે ખેલાડી મેચ રમે છે ત્યારે ક્રિકેટ હેલ્મેટ પહેરેલું હોય છે. તમે એવો પણ વિચાર કરશો કે,…
તુર્કીએ-અઝરબૈજાનમાં ચાલશે ભારતનો જાદુ, લોકો ખાશે ‘ભારતીય’ પિઝા

તુર્કીએ-અઝરબૈજાનમાં ચાલશે ભારતનો જાદુ, લોકો ખાશે ‘ભારતીય’ પિઝા

હવે ભારત તુર્કી, અઝરબૈજાન અને જ્યોર્જિયા જેવા દેશોમાં પોતાનો ધ્વજ નવેસરથી ફરકાવવા જઈ રહ્યું છે. ભારતીય કંપનીઓ ઝડપથી વિસ્તરી રહી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *