કાળઝાળ ગરમીને લઈ આરોગ્ય તંત્ર એલર્ટ, ઇડર અને હિંમતનગર સિવિલ સજ્જ

કાળઝાળ ગરમીને લઈ આરોગ્ય તંત્ર એલર્ટ, ઇડર અને હિંમતનગર સિવિલ સજ્જ

કાળઝાળ ગરમીને લઈ આરોગ્ય તંત્ર એલર્ટ, ઇડર અને હિંમતનગર સિવિલ સજ્જ

સાબરકાંઠાના કાળઝાળ ગરમીને લઇને લોકો હવે પરેશાન બની ગયા છે. ગરમીને લઇને પરેશાન લોકો પણ બપોરે ઘરની બહાર નહી નિકળવા માટે મજબુર બન્યા છે તો ગરમીને લઇને દવાખાના અને હોસ્પીટલમાં ગરમીને લઇને પરેશાન દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ગરમીને લઈ હિંમતનગર અને ઈડર સિવિલ હોસ્પિટલમાં વિશેષ ટીમ સાથે સુવિધા તૈયાર રખાઈ છે. જેથી ગરમીની અસર થયેલ દર્દીઓને તુરંત સારવાર મળી શકે.

સાબરકાંઠા જીલ્લામાં ઇડર અને હિંમતનગરમાં જાણે કે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય એવો અહેસાસ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દીવસ થી ગરમી ના પ્રમાણ મા વધારો થયો છે. ગરમીના પ્રમાણમાં વધારો થતા લોકો પણ પરેશાન બની ગયા છે.

સિવિલમાં વિશેષ ટીમો તૈયાર

ગરમીની અસર થવાને લઈ દર્દીઓ ને ચક્કર આવવા અને ડીહાઇડ્રેશનની સમસ્યા પીડાવી રહી છે અને જેને લઇને ગરમીમાં હવે તેઓએ હોસ્પીટલનો સહારો લેવો પડી રહ્યો છે . આ વર્ષે પણ ઉનાળાની ગરમીએ અકળાવી મુક્યા છે અને ગરમીને પરેશાન લોકો હવે બીમારીનો પણ ભોગ બનવા લાગ્યા છે અને આખરે સારવારને સહારે થવુ પડ્યુ છે

હિંમતનગર સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો પરેશ શીલાદરીયાએ TV9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, સિવિલ ખાતે વિશેષ સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. હાલમાં ગરમીના પ્રમાણને ધ્યાને રાખીને તબીબોની ટીમોને વિશેષ રીતે તૈયાર કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને ડીહાઇડ્રેશન અને લૂ લાગવા જેવા દર્દીઓને લઈને પણ સારવાર માટે તૈયારીઓ કરવામાં આવી છે.

ઓપીડીમાં વધારો નોંધાયો

હિમતનગર સિવિલ હોસ્પિટલની ઓપીડીના આંકડાકીય રીતે જોઇએ તો છેલ્લા સપ્તાહ થી દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. હાલમાં પ્રતિદીન 1100 થી 1200 જેટલા દર્દીઓની ઓપીડી પ્રતિદીન નોંધાઇ રહ્યા છે. જેમાં ગરમીને લઈ અસર થયેલા દર્દીઓ પણ સારવાર માટે સિવિલ અને દવાખાનાઓમાં નોંધાઈ રહ્યા છે. ગરમીમા ખાસ કરીને ચક્કર આવવા થી ઢળી પડનારા અને ડીહાઇડ્રેશન થી પીડાતા લોકો માં મુખ્ય વધારો થઇ રહ્યો છે.

ગરમીને લઇને ઝાળા ઉલ્ટી ના પણ કેટલાક દર્દીઓ જિલ્લામાં સામે આવી રહ્યા છે. આરોગ્ય વિભાગે પણ લોકોને બપોરના સમયે બહાર નહી નિકળવા માટે પણ અપીલ કરી છે. અને પ્રવાહી પીણાં અને છાયડાનો ઉપયોગ વધુમાં વધુ કરવા માટે પણ અપીલમાં સલાહ કરાઇ છે. કારણ કે હજુ એક સપ્તાહ સુધી ગરમીનુ પ્રમાણ રહેવાનુ છે. જેને લઇને આરોગ્ય વિભાગે પણ હજુ એક સપ્તાહ સાબદુ રહેવુ પડશે.

આ પણ વાંચો:  લાલચટાક શેરથાનું મરચું આજે પણ ગૃહિણીઓની છે પ્રથમ પસંદ, જાણો કેમ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

Panchmahal: પાવાગઢમાં જૈન તીર્થંકરની મૂર્તિઓને પુન:સ્થાપિત કરવામાં આવી, જુઓ Video

Panchmahal: પાવાગઢમાં જૈન તીર્થંકરની મૂર્તિઓને પુન:સ્થાપિત કરવામાં આવી, જુઓ…

પંચમહાલના પાવાગઢ મંદિરમાં જૈન તીર્થંકરની મૂર્તિઓ ખંડિત થતા વિવાદ વકર્યો હતો. પાવાગઢ મંદિરમાં વર્ષોથી પગથિયાની બાજુમાં લાગેલી જૈન તીર્થકરોની મૂર્તિઓ તોડી…
Health News: હંમેશા પહેલા જીભ કેમ ચેક કરે છે ડોક્ટર, જીભનો કલર જણાવે છે શરીરના રોગ વિશે, જાણો કેવી રીતે?

Health News: હંમેશા પહેલા જીભ કેમ ચેક કરે છે…

રિસર્ચ અનુસાર, તમારી જીભને જોઈને તમે સરળતાથી જાણી શકો છો કે તમને કઈ બીમારી થઈ રહી છે. સંશોધન મુજબ, જ્યારે કોઈ…
T20 World Cup 2024 : ઓસ્ટ્રેલિયા કરતા અફઘાનિસ્તાન મોટો ખતરો, ટીમ ઈન્ડિયાને 3 મોરચે પડકારશે

T20 World Cup 2024 : ઓસ્ટ્રેલિયા કરતા અફઘાનિસ્તાન મોટો…

T20 વર્લ્ડ કપ 2024નો પ્રથમ તબક્કો પૂરો થઈ ગયો છે અને હવે નજર સુપર-8 પર છે. આ રાઉન્ડની તમામ 8 ટીમો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *