
કરવા ચોથ 2023: તમારી મહેંદીનો રંગ ઘટ્ટ લાવવા અપનાવો આ ઘરેલુ અને સરળ ઉપાયો, જુઓ ફોટા
- GujaratOthers
- October 31, 2023
- No Comment
- 14
3-4 લવિંગ લો અને તેને તવા પર ગરમ કરો.જ્યારે ધુમાડો થાય ત્યારે તમારી હથેળીઓને નજીકથી શેકો. આ કરતી વખતે ધ્યાન રાખો કે તમારા હાથ બળે નહિ. મહેંદીના રંગને ઘટ્ટ કરવા માટે આ એક ઉપાય ઉત્તમ સાબિત થાય છે.
મહેંદી સુકાઈ જાય પછી તરત જ તેને દૂર કરવાની ઈચ્છા થાય છે. તેથી મોટાભાગની મહિલાઓ તેને પાણી સાફ કરે છે.પરંતુ જો તમે થોડી ધીરજ રાખો અને તમારા હાથ પર સરસવનું તેલ લગાવો અને ધીમે ધીમે મહેંદી કાઢી નાખો તો તેનો રંગ ખીલશે.
મહેદીનો રંગ લાવવા માટે લીંબુ અને ખાંડનું દ્વાવણ ઉત્તમ માનવામાં આવે છે. મહેંદી સુકાઈ જાય ત્યારબાદ મહેંદી પર આ મિશ્રણને રુ વડે લગાવો. આ પ્રક્રિયા 2 વખત કરો. ત્યાર બાદ મહેંદી સુકાય પછી જ મહેંદીને નીકાળો
નીલગિરીનું તેલ બજારમાં સરળતાથી મળી રહે છે.નીલગીરીના તેલને હાથ પર લગાવવાથી મહેંદીનો રંગ ઘટ્ટ થાય છે.
તમારે હાથમાં કે પગ પર મહેંદી લગાવવાની હોય તો પહેલા ત્વચાને સાફ કરવી જોઈએ.મોઈશ્ચરાઈઝર કે ક્રીમ લગાવવાનું ટાળવુ જોઈએ. એવું માનવામાં આવે છે કે આમાં રહેલા રસાયણો મહેંદીના રંગને નિસ્તેજ બનાવી શકે છે.