
કચ્છ : મુન્દ્રામાં ખાનગી શિપિંગ યાર્ડમાં લાગી આગ, ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો
- GujaratOthers
- November 6, 2023
- No Comment
- 9
કચ્છમાં મુન્દ્રાના પ્રાગપરો ચોકડી પાસે ખાનગી શીપીંગ યાર્ડમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ખુલ્લામાં પડેલા 5 જેટલા કન્ટેનરમાં આગ લાગી હતી. કન્ટેનરમાં હાઈડ્રોજન પેરોક્સાઇડ પ્લાસ્ટીક ડ્રમ હતા. ત્યારે ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો છે.
આ પણ વાંચો કચ્છ : ભચાઉમાં પ્રેમી યુગલે આજીવન એક બીજા સાથે રહેવા વૃદ્ધાનું ઢીમ ઢાળ્યું, જુઓ વીડિયો
મળતી માહિતી અનુસાર, મુન્દ્રાના પ્રાગપરો ચોકડી પાસે આવેલ ખાનગી શિપિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલા 5 જેટલા કન્ટેનરમાં આગ આગ લાગી હતી. આગની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરની ટીમે તાત્કિલાક ઘટનાસ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.