
કચ્છ : મુન્દ્રાના જૂના બંદર પર ચોખાના લોડિંગ દરમિયાન જહાજમાં લાગી આગ, જુઓ વીડિયો
- GujaratOthers
- November 21, 2023
- No Comment
- 15
મુન્દ્રા જુના બંદર પર આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ઓલ્ડ પોર્ટ પર જહાજમાં આગ લાગી છે. જહાજ પર ચોખાનું લોડિંગ ચાલુ હતું ત્યારે આગ લાગી હતી. આગની જાણ થતાં 3 ફાયર ફાઇટર ઘટનાસ્થળ પર પહોંચ્યા છે અને આગને કાબુમાં લેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આગના કારણે જહાજમાં મોટું નુકશાન થયું છે. ચોખા ભરી ગલ્ફ તરફ જહાજ જવાનું હતું.
આ પણ વાંચો કચ્છ : મુન્દ્રાના સૌરાષ્ટ્ર લોજિસ્ટીક પાર્કમાં લાગી આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં
કચ્છના મુન્દ્રામાં સોમવારે પણ આગની ઘટના સામે આવી હતી. મુન્દ્રામાં સૌરાષ્ટ્ર લોજિસ્ટિક પાર્કમાં આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નહોતી.