કચ્છના આડેસરમાં યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો, ગરબા રમવા ગયેલી યુવતી પર આચર્યું હતું દુષ્કર્મ- Video
- GujaratOthers
- October 10, 2024
- No Comment
- 11
રાજ્યમાં નવરાત્રી દરમિયાન દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. 7 ઓક્ટોબરની રાત્રે ગરબા રમી પરત ફરી રહેલી કચ્છની યુવતી પર વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. કચ્છના આડેસરમાં ગરબા રમી પરત ફરી રહેલી યુવતી પર દુષ્કર્મ આચરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. યુવતીએ બળાત્કારની અને જાતિ વિષયક ટીપ્પણી કરી અપમાનિત કરાઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી પ્રવિણ કરશન ગોયલની ધરપકડ કરી છે.
પેવર બ્લોકના કારખાનામાં યુવતી પર દુષ્કૃત્યને અંજામ આપવામાં આવ્યો હતો. ગરબા રમીને જઈ રહેલી યુવતીને તરસ લાગતા બે શખ્સ પાણી પીવડાવવા કારખાને લઈ ગયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવતીનો સાથી મિત્ર જે કારખાનામાં કામ કરે છે તે કારખાનાના માલિકે જ બળાત્કાર કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. સાથી મિત્ર કારખાનામાં યુવતીને પાણી પીવડાવવા લઈ ગયો એ સમયે અચાનક કારખાનાનો માલિક આવી ગયો હતો અને યુવતીના મિત્રને બહાર કાઢી રૂમમાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે ફરિયાદને આધારે કારખાનાના માલિક પ્રવિણ આડેસરની ધરપકડ કરી છે. પોલીસે 7 ઓક્ટોબરે બનેલી ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી પ્રવિણે પોતાના મિત્ર ભરત અને યુવતીના મિત્ર સંજયને રૂમની બહાર કાઢઝી અંદરથી દરવાજો બંધ કરી યુવતીને ગાળો બોલી બળાત્કાર ગુજાર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે તાત્કાલિક પગલા લઈ આરોપી પ્રવિણને બુધવારે સાંજે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Input Credit- Jay Dave- Kutch