
કચ્છના અનેક કિલ્લાઓમાંનો એક રોહા કિલ્લો, જાણો વિશેષતા
- GujaratOthers
- November 4, 2023
- No Comment
- 15
રોહા કિલ્લો ભુજથી લગભગ 50 કિલોમીટર દૂર આવેલો છે. તે લગભગ 16 એકરનો વિસ્તાર આવરી લે છે અને તે મુખ્ય માર્ગ દ્વારા જોડાયેલ છે. તેની ઊંચાઈ જમીનની સપાટીથી 500 ફૂટ અને દરિયાની સપાટીથી 800 ફૂટ છે.
રોહાએ કચ્છની અગ્રણી જાગીર હતી જેને ‘રોહા સુમરી કિલ્લો’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કિલ્લા હેઠળ લગભગ 52 ગામો આવેલા છે.
રાવ ખેંગારજી – I ના ભાઈ સાહેબજીએ રોહા ગામ વસાવ્યું અને રાયસિંહજી ઝાલા સાથેના યુદ્ધમાં મૃત્યુ પામ્યા.
તેમના અનુગામી જિયાજી દ્વારા બે મોટી ટાંકીઓ બનાવવામાં આવી હતી અને તેમના પુત્ર ઠાકોર નવઘણજી દ્વારા કિલ્લો બનાવવામાં આવ્યો હતો.
વધુમાં વાત કરીએ તો કવિ કલાપીએ રોહાની ટેકરી પર એકદમ રમણીય વાતાવરણમાં અનેક કવિતાઓ લખી છે. રોહામાં મોર અને અન્ય પક્ષીઓ હજુ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. રોહાનો કિલ્લો હવે કચ્છનું એક જોવાલાયક સ્થળ ગણાય છે.