ઓનલાઈન પેમેન્ટ કરતા સમયે નંબર હાઈડ કરવા ઈચ્છો છો તો અપનાવો આ સરળ ટીપ્સ

ઓનલાઈન પેમેન્ટ કરતા સમયે નંબર હાઈડ કરવા ઈચ્છો છો તો અપનાવો આ સરળ ટીપ્સ

ઓનલાઈન પેમેન્ટ કરતા સમયે નંબર હાઈડ કરવા ઈચ્છો છો તો અપનાવો આ સરળ ટીપ્સ

આજ કાલ આપણે બધા જ ઓનલાઈન પેમેન્ટથી ટેવાઈ ગયા છીએ. નાનામાં નાની રકમ પણ આપણે ઓનલાઈન ચુકવતા હોઈએ છે. જેને અલગ અલગ એપ્લિકેશન દ્વારા ચુકવવામાં આવે છે. અત્યારના સમયમાં આપણી અંગતવિગતો કોઈ અન્ય વ્યક્તિ સાથે કરવી ખૂબ જ જોખમી બની ગયુ છે. આવી પરિસ્થિતિમાં ફોન નંબર માણસના દરેક દસ્તાવેજો સાથે જોડાયેલા છે.

તમારામાંથી ઘણાને ખબર નહીં હોય કે Paytm કે અન્ય પેમેન્ટ એપ દ્વારા પેમેન્ટ કરતી વખતે નંબર કેવી રીતે છુપાવવો જોઈએ. ઘણી વખત એવા લોકો પાસે આપણો નંબર પહોંચી જાય છે. જેનો દુરુપયોગ થઈ શકે છે. તેમજ આ સમસ્યાથી બચવા માટે તમે આ નંબરને હાઈડ કરી શકો છો.

આ લેખમાં તમને અમે જણાવીશું કે કેવી રીતે તમે Paytm પર તમારું UPI સરનામું કેવી રીતે બદલી શકો છો. જેથી અન્ય કોઈને તમારા નંબરની જાણ ન થાય. તમને જણાવી દઈએ કે કોઈપણ UPI પ્લેટફોર્મ પર તમારું વર્ચ્યુઅલ પ્રાઈવેટ એડ્રેસ (VPA) બદલવું સરળ છે.આ સરનામું Paytm પર VPA દ્વારા બદલી શકાય છે.

તમારુ VPA કેવી રીતે બદલશો ?

Paytm પર તમારો નંબર છુપાવવા માટે તમારે VPA બદલવુ પડશે. તેને બદલવા માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.આ માટે સૌથી પહેલા તમારી Paytm એપ ઓપન કરો.આ બાદ મેનૂ પર ક્લિક કરો. જેમાં અનેક ઓપશન ખુલસે.તેમાં તમારા નામના પ્રારંભિક નંબરો તેની ડાબી બાજુમાં જોવા મળશે. ત્યારબાદ UPI અને પેમેન્ટ સેટિંગ્સ પર નીચે સ્ક્રોલ કરો.આ પછી પ્રથમ વિકલ્પ UPI ID શો થશે.તેની જમણી બાજુએ એડિટ આઇકોન પર ક્લિક કરો.

હવે આગલા વિન્ડોમાં નવી UPI ID ઉમેરોના વિકલ્પ પર ક્લિક કરો.અહીં તમને તમારો ફોન નંબર, એકાઉન્ટ નંબર અને નામ ધરાવતા ઘણા વિકલ્પો બતાવવામાં આવશે.સૌથી વધુ રેન્ડમાઇઝ્ડ હોય તે પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.આ પ્રક્રિયાને કર્યા પછી તમારું VPA બદલાઈ જશે. તમે આ જ રીતે અન્ય એપ એટલે કે Google Pay, PhonePe, BHIM અને અન્ય UPI પ્લેટફોર્મ પરથી તમારો નંબર હાઈડ કરી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

નર્મદા : કમોસમી વરસાદ બાદ ખેતીના નુકસાનને ઘટાડવા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

નર્મદા : કમોસમી વરસાદ બાદ ખેતીના નુકસાનને ઘટાડવા ખેતીવાડી…

રાજયમાં 25 અને 26 નવેમ્બર 2023 દરમિયાન પશ્ચિમની વિક્ષોભ તથા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરરૂપે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મધ્યમથી ભારે કમોસમી વરસાદ…
આ ખેલાડીઓ 9 હજારનું હેલ્મેટ પહેરી મેદાનમાં રમે છે, વિદેશી ખેલાડીઓ પણ છે સામેલ

આ ખેલાડીઓ 9 હજારનું હેલ્મેટ પહેરી મેદાનમાં રમે છે,…

તમે જોતા હશો કે જ્યારે ખેલાડી મેચ રમે છે ત્યારે ક્રિકેટ હેલ્મેટ પહેરેલું હોય છે. તમે એવો પણ વિચાર કરશો કે,…
તુર્કીએ-અઝરબૈજાનમાં ચાલશે ભારતનો જાદુ, લોકો ખાશે ‘ભારતીય’ પિઝા

તુર્કીએ-અઝરબૈજાનમાં ચાલશે ભારતનો જાદુ, લોકો ખાશે ‘ભારતીય’ પિઝા

હવે ભારત તુર્કી, અઝરબૈજાન અને જ્યોર્જિયા જેવા દેશોમાં પોતાનો ધ્વજ નવેસરથી ફરકાવવા જઈ રહ્યું છે. ભારતીય કંપનીઓ ઝડપથી વિસ્તરી રહી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *