એવું તો અમેરિકાએ શું કર્યું કે ઇબ્રાહિમ રઈસી 50 વર્ષ જૂના હેલિકોપ્ટરમાં બેસવા હતા મજબૂર

એવું તો અમેરિકાએ શું કર્યું કે ઇબ્રાહિમ રઈસી 50 વર્ષ જૂના હેલિકોપ્ટરમાં બેસવા હતા મજબૂર

એવું તો અમેરિકાએ શું કર્યું કે ઇબ્રાહિમ રઈસી 50 વર્ષ જૂના હેલિકોપ્ટરમાં બેસવા હતા મજબૂર

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું રવિવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું હતું. તેમની સાથે વિદેશ મંત્રી આમિર અબ્દુલ્લાહિયાનું પણ નિધન થયું હતું. આ દુર્ઘટનાએ સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે અને દરેકના મનમાં સવાલ છે કે મધ્ય પૂર્વ સહિત વિશ્વની ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓ પર તેની શું અસર પડશે.

આ દુર્ઘટના પાછળ ઈરાનના રાષ્ટ્રપતિનું જૂનું હેલિકોપ્ટર પણ હોવાનું માનવામાં આવે છે. આ હેલિકોપ્ટરને 1970ના દાયકામાં વિયેતનામ યુદ્ધ દરમિયાન ડિઝાઇન કરવામાં આવ્યું હતું. Bell 212 હેલિકોપ્ટર એક અમેરિકન કંપની દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેનું નામ Bell Textron Inc છે. આ હેલિકોપ્ટરે 1968માં પ્રથમ ઉડાન ભરી હતી.

આ હેલિકોપ્ટર દાયકાઓથી એરફોર્સ મિશન અને રાજકારણીઓના ઉપયોગ માટે વપરાય છે. તેની ઉપયોગીતાને કારણે તેને યુટિલિટી હેલિકોપ્ટર કહેવામાં આવે છે. જો કે, હવે તે જૂનું થઈ ગયું છે. ત્યારે 5 દાયકા જૂના આ હેલિકોપ્ટરમાં ઈરાનના રાષ્ટ્રપતિ કેમ સફર કરતા હતા એ પણ એક સવાલ છે. ઈરાન પાસે ઘણા પ્રકારના હેલિકોપ્ટર છે, પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે તે તેના પાર્ટ્સ મેળવી સકતા નથી. ઈરાનની સેના પાસે પણ મોટાભાગે 1979ની ઈસ્લામિક ક્રાંતિ પહેલાના વિમાનો છે.

ઇબ્રાહિમ રઈસી જે વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા તે વિમાનમાં થોડા સમય પહેલા ખામી સર્જાઈ હતી, તેને ઠીક કરવામાં આવી હતી. જો અમેરિકા સહિત અન્ય દેશો દ્વારા ઈરાન પર પ્રતિબંધો લગાવવામાં ના આવ્યા હોત તો કદાચ ઈરાનના રાષ્ટ્રપતિને જૂના વિમાનમાં બેસવાની મંજૂરી મળી ના હોત.

2021ની ચૂંટણીમાં ઈબ્રાહિમ રઈસી ઈરાનના રાષ્ટ્રપતિ બન્યા. તે દરમિયાન ઈરાનના ઈતિહાસમાં સૌથી ઓછું મતદાન થયું હતું. આ અંગે પણ સવાલો ઉઠ્યા હતા. ઈરાને પણ રઈસી પર ઘણા નિયંત્રણો લગાવ્યા હતા. અમેરિકાએ કહ્યું કે રઈસી 1988માં રાજકીય કેદીઓની મોટા પાયે થયેલી હત્યાઓમાં પણ સામેલ હતા.

જો કે આ પછી પણ રઈસી અમેરિકાના દબાણ સામે ઝૂકવા તૈયાર નહોતા. રઈસીના નેતૃત્વમાં ઈરાને છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા પાયે યુરેનિયમ એકત્ર કર્યું હતું અને આંતરરાષ્ટ્રીય દબાણ છતાં ઘાતક શસ્ત્રો તૈયાર કરી રહ્યું હતું. અણુશસ્ત્રો તૈયાર કરવાની પણ ચર્ચા થઈ હતી. એટલું જ નહીં, યુક્રેન સાથેના યુદ્ધમાં ઈરાને રશિયાને મોટા પાયા પર હથિયારો સપ્લાય પણ કર્યા છે. ખાસ કરીને તેના મારખેજ ડ્રોનની મદદથી રશિયાએ યુક્રેનના કેટલાય વિસ્તારોને નુકસાન પહોંચાડ્યું છે.

આ પણ વાંચો Iran President Helicopter Crash : હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ રાયસી સહિત તમામના મોત, કાળમાળ મળી ગયો

Related post

આ સોલર કંપનીએ 2 વાર આપ્યા બોનસ શેર, રોકાણકારોને માત્ર 3 વર્ષમાં બનાવ્યા કરોડપતિ

આ સોલર કંપનીએ 2 વાર આપ્યા બોનસ શેર, રોકાણકારોને…

સોલર કંપનીના શેર માત્ર 3 વર્ષમાં 18 રૂપિયાથી વધીને 1800 રૂપિયા થઈ ગયો છે. KPI ગ્રીન એનર્જી શેરોએ છેલ્લા ત્રણ વર્ષમાં…
T20 World Cup: સુપર-8માં ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની સામે ટકરાશે, વરસાદ થશે તો શું થશે? જાણો A ટુ Z વિગતો

T20 World Cup: સુપર-8માં ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની…

હવે T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ સ્ટેજમાં માત્ર 5 મેચ બાકી છે, જે 17 જૂને વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ…
Health Tip: શું તમારું શુગર લેવલ પણ થઈ ગયું છે હાઈ? આ સંકેતોને ક્યારેય અવગણશો નહીં, જાણો

Health Tip: શું તમારું શુગર લેવલ પણ થઈ ગયું…

જો હાઈ બ્લડ શુગર લેવલને સમયસર ઓળખવામાં ન આવે તો તમારા સ્વાસ્થ્યને ખરાબ રીતે નુકસાન થઈ શકે છે. શું તમે હજુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *