ઈન્ટિમેટ સીન શૂટ કરવા કેટલા મુશ્કેલ? આના વિશે તમન્ના ભાટિયાએ એક્ટરને લઈને કહી આવી વાત

ઈન્ટિમેટ સીન શૂટ કરવા કેટલા મુશ્કેલ? આના વિશે તમન્ના ભાટિયાએ એક્ટરને લઈને કહી આવી વાત

ઈન્ટિમેટ સીન શૂટ કરવા કેટલા મુશ્કેલ? આના વિશે તમન્ના ભાટિયાએ એક્ટરને લઈને કહી આવી વાત

તમન્ના ભાટિયા હાલમાં જ સાઉથની ફિલ્મ ‘અરનમાનાઈ 4’માં જોવા મળી છે. આ ફિલ્મે તેની રિલીઝના માત્ર બે અઠવાડિયામાં જ બોક્સ ઓફિસ પર 75 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. સાઉથ ઈન્ડસ્ટ્રીની સાથે તમન્નાએ બોલિવૂડમાં પણ પોતાની ખાસ ઓળખ બનાવી છે.

આ દરમિયાન એક ઈન્ટરવ્યુમાં તેણે ફિલ્મ માટે શૂટ થઈ રહેલા ઈન્ટિમેટ સીન્સ અંગે ખુલીને વાત કરી છે. તેણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે કયા અભિનેતા અને અભિનેત્રીઓને ઈન્ટિમેન્ટ સીન ફિલ્માવવામાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

‘લસ્ટ સ્ટોરીઝ 2’માં વિજય સાથે લિપ-લૉક કર્યું

એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં તમન્નાએ કહ્યું કે, તેણે તેની ફિલ્મોમાં નો-કિસિંગ ક્લોઝ રાખ્યું હતું. તેણે ‘લસ્ટ સ્ટોરીઝ 2’ દરમિયાન તેને તોડી નાખ્યું હતું, જ્યારે તેણે બોયફ્રેન્ડ વિજય વર્માને કિસ કરવી પડી હતી. તેણે જણાવ્યું કે તેણે ‘લસ્ટ સ્ટોરીઝ 2’માં વિજય સાથે લિપ-લૉક કર્યું હતું. આ સિવાય તેણે ફિલ્મ ‘જી કરદા’માં સુહાઈ નય્યર સાથે ઈન્ટિમેટ સીન્સ પણ કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

(Credit Source : Tamannaah Bhatia)

તમન્નાએ ઈન્ટિમેટ સીન્સના શૂટિંગ વિશે શું કહ્યું?

ઈન્ટરવ્યુમાં તમન્નાએ કહ્યું હતું કે, એક્ટર્સ માટે કેમેરા સામે ઈન્ટિમેટ સીન શૂટ કરવું વધુ મુશ્કેલ છે. તેમના મતે લોકો માને છે કે અભિનેત્રીઓને આવા દ્રશ્યો શૂટ કરવામાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ એવું નથી. તમન્નાએ કહ્યું કે, કલાકારોને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડે છે, કારણ કે તેમણે એ આખા સીનમાં એ ધ્યાન રાખવું પડે છે કે આખા સીનમાં એકટ્રેસ કમ્ફર્ટેબલ હોય.

તમન્નાની આવનારી ફિલ્મો

તમન્નાની આગામી ફિલ્મો પર નજર કરીએ તો આ યાદીમાં તેની ત્રણ ફિલ્મો છે. આમાં ‘ઓડેલા 2’, ‘સ્ત્રી 2’ અને ‘વેદા’ના નામ સામેલ છે. ‘ઓડેલા 2’ સાઉથની ફિલ્મ બનવા જઈ રહી છે. સાથે જ તેની ‘સ્ત્રી 2’ અને ‘વેદા’ હિન્દી ફિલ્મો છે. તે ‘સ્ત્રી 2’માં કેમિયો રોલમાં જોવા મળશે. તમન્નાની આ ત્રણેય ફિલ્મો અલગ-અલગ પ્રોડક્શન સ્ટેજમાં છે. તેણે પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. તેમાં ‘બાહુબલી 2’, ‘એન્ટરટેનમેન્ટ’, ‘બબલી બાઉન્સર’, ‘જેલર’ જેવી ફિલ્મોના નામ છે.

 

 

Related post

Panchmahal: પાવાગઢમાં જૈન તીર્થંકરની મૂર્તિઓને પુન:સ્થાપિત કરવામાં આવી, જુઓ Video

Panchmahal: પાવાગઢમાં જૈન તીર્થંકરની મૂર્તિઓને પુન:સ્થાપિત કરવામાં આવી, જુઓ…

પંચમહાલના પાવાગઢ મંદિરમાં જૈન તીર્થંકરની મૂર્તિઓ ખંડિત થતા વિવાદ વકર્યો હતો. પાવાગઢ મંદિરમાં વર્ષોથી પગથિયાની બાજુમાં લાગેલી જૈન તીર્થકરોની મૂર્તિઓ તોડી…
Health News: હંમેશા પહેલા જીભ કેમ ચેક કરે છે ડોક્ટર, જીભનો કલર જણાવે છે શરીરના રોગ વિશે, જાણો કેવી રીતે?

Health News: હંમેશા પહેલા જીભ કેમ ચેક કરે છે…

રિસર્ચ અનુસાર, તમારી જીભને જોઈને તમે સરળતાથી જાણી શકો છો કે તમને કઈ બીમારી થઈ રહી છે. સંશોધન મુજબ, જ્યારે કોઈ…
T20 World Cup 2024 : ઓસ્ટ્રેલિયા કરતા અફઘાનિસ્તાન મોટો ખતરો, ટીમ ઈન્ડિયાને 3 મોરચે પડકારશે

T20 World Cup 2024 : ઓસ્ટ્રેલિયા કરતા અફઘાનિસ્તાન મોટો…

T20 વર્લ્ડ કપ 2024નો પ્રથમ તબક્કો પૂરો થઈ ગયો છે અને હવે નજર સુપર-8 પર છે. આ રાઉન્ડની તમામ 8 ટીમો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *