આ ડિફેન્સ સ્ટોકે રોકાણકારોને કર્યા માલામાલ, રૂપિયા 1 લાખના થયા 5 લાખ

આ ડિફેન્સ સ્ટોકે રોકાણકારોને કર્યા માલામાલ, રૂપિયા 1 લાખના થયા 5 લાખ

આ ડિફેન્સ સ્ટોકે રોકાણકારોને કર્યા માલામાલ, રૂપિયા 1 લાખના થયા 5 લાખ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના છેલ્લા કાર્યકાળ દરમિયાન સરકારે દેશને ડિફેન્સ સેક્ટરમાં આત્મનિર્ભર બનાવવા માટે ઘણા પગલાં લીધાં છે. સરકારના આ પ્રયાસોથી ઘણી સ્થાનિક ડિફેન્સ કંપનીઓને ફાયદો થયો છે. ત્યારે એક કંપની એવી પણ છે, જેના શેરની કિંમત 500 ટકા વધી છે. અમે Zen Technologies Limited કંપની વિશે વાત કરી રહ્યા છીએ, જેના શેરોએ માત્ર 2 વર્ષમાં રોકાણકારોને 500 ટકા વળતર આપ્યું છે.

આ કંપની બનાવે છે એન્ટી ડ્રોન સિસ્ટમ

Zen Technologies Limited એક સ્થાનિક ડિફેન્સ કંપની છે. આ કંપની એન્ટી ડ્રોન સિસ્ટમ બનાવે છે. તાજેતરમાં આ કંપનીએ ઓડિશાના ગોપાલપુરમાં સ્થિત આર્મી એર ડિફેન્સ કોલેજનો ઓર્ડર પૂરો કર્યો છે. આ કારણે શુક્રવારે પણ કંપનીના શેર એક દિવસમાં 9 ટકા વધ્યા હતા. હાલમાં તેના શેરની કિંમત 971 રૂપિયા છે.

500 ટકાનો વધારો

Zen Technologiesના શેરના ભાવમાં વધારાની વાત કરીએ, તો તેણે છેલ્લા 2 વર્ષમાં 500 ટકા સુધીનું વળતર આપ્યું છે. છેલ્લા 4 વર્ષના રેકોર્ડ પર નજર કરીએ તો આ વળતર 3,750 ટકા છે. છેલ્લા એક મહિનામાં જ આ શેરની કિંમતમાં લગભગ 35 ટકાનો વધારો જોવા મળ્યો છે.

લગભગ 2 વર્ષ પહેલા કંપનીનો શેર 188 રૂપિયાની આસપાસ હતો. હવે તે વધીને 971 રૂપિયા થઈ ગયો છે. આ ભાવ 7 જૂન, 2024ને શુક્રવારના રોજનો છે. જો આપણે છેલ્લા 2 વર્ષના વળતર પર નજર કરીએ તો, રોકાણકારોને 1 લાખના વર્તમાનમાં 5 લાખ મળી રહ્યા છે. એટલે કે 2 વર્ષ પહેલાં જે લોકોએ 1 લાખનું રોકાણ કર્યું હશે, તેમના વર્તમાનમાં 5 લાખ થયા છે. આ રીતે Zen Technologiesના રોકાણકારો માલામાલ થયા છે.

નોંધ : આ લેખમાં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. બજારમાં રોકાણ જોખમોને આધીન છે, તેથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધિત સલાહ આપતું નથી.

Related post

Breaking News : પેપર લીક કેસમાં પટનામાંથી 4 ઉમેદવારોની ધરપકડ… પકડાયેલા ઉમેદવારોએ NEETમાં કેટલા માર્ક્સ મેળવ્યા?

Breaking News : પેપર લીક કેસમાં પટનામાંથી 4 ઉમેદવારોની…

NEET UG 2024 : ઇકોનોમિક ઓફેન્સીસ યુનિટ NEET UG 2024 પેપર લીક કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં પટનામાંથી ચાર…
Gandhinagar Video : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે,રાજકોટ અગ્નિકાંડના SITના રિપોર્ટ અંગે થશે ચર્ચા

Gandhinagar Video : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ…

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે.કેબિનેટ બેઠકમાં આજે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ SIT…
વલસાડમાં વરસાદે પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી, અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા, જુઓ વીડિયો

વલસાડમાં વરસાદે પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી, અનેક વિસ્તારોમાં વરસાદી…

વલસાડ : વલસાડ તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસના રીસામણા બાદ ફરી વરસાદ મનમુકીને વરસ્યો હતો. વલસાડ તાલુકામાં ભારે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *