આવતીકાલ 31 જાન્યુઆરીથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર, 1 ફેબ્રુઆરીએ બજેટ, જાણો કેટલો સમય ચાલશે સત્ર ?

આવતીકાલ 31 જાન્યુઆરીથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર, 1 ફેબ્રુઆરીએ બજેટ, જાણો કેટલો સમય ચાલશે સત્ર ?

આવતીકાલ 31 જાન્યુઆરીથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર, 1 ફેબ્રુઆરીએ બજેટ, જાણો કેટલો સમય ચાલશે સત્ર ?

દેશનું કેન્દ્રીય બજેટ આગામી 1 ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે. સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરી બુધવારથી શરૂ થશે. મળતી માહિતી મુજબ, સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સવારે 11 વાગ્યે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. બંને ગૃહોની આ સંયુક્ત બેઠક નવા સંસદ ભવનમાં યોજાશે.

તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બુધવારે સવારે 10.55 કલાકે સંસદ ભવન પહોંચશે. રાષ્ટ્રપતિનું સ્વાગત કરીને રાજ્યસભાના અધ્યક્ષ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભાના અધ્યક્ષ અને સંસદીય બાબતોના પ્રધાન તેમને સવારે 11 વાગ્યે સંસદ ભવનની લોકસભા ચેમ્બરમાં લાવશે. અહીં રાષ્ટ્રપતિ બંને ગૃહોના સભ્યોને સંબોધિત કરશે.

લોકસભા અને રાજ્યસભાની બેઠક

નવી સંસદમાં રાષ્ટ્રપતિનું આ પ્રથમ સંબોધન હશે. સંબોધન પછી, રાષ્ટ્રપતિને પીએમ મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા માનભેર વિદાય આપવામાં આવશે. રાષ્ટ્રપતિના અભિભાષણ પૂર્ણ કર્યાના અડધા કલાક પછી લોકસભા અને રાજ્યસભાની બેઠક યોજાશે. જ્યાં રાષ્ટ્રપતિના અભિભાષણ અને આર્થિક સર્વેની નકલ ગૃહના ટેબલ પર મૂકવામાં આવશે.

1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે

બીજા દિવસે, ગુરુવારે એટલે કે 1લી ફેબ્રુઆરીએ, નાણામંત્રી લોકસભામાં વચગાળાનું કેન્દ્રીય બજેટ (2024-2025) રજૂ કરશે. 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ ‘ઝીરો અવર’ નહીં હોય. જોકે આ વચગાળાનું બજેટ હશે. લોકસભા ચૂંટણી યોજાયા બાદ અસ્તિત્વમાં આવનાર નવી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે.

લોકસભાની ચૂંટણી પૂર્વે સંસદનું છેલ્લું સત્ર

અત્રે ઉલ્લેખનીય છે કે, 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂને સમાપ્ત થઈ રહ્યો છે, તેથી સામાન્ય ચૂંટણીની જાહેરાત પહેલા સંસદનું આ છેલ્લું સત્ર હશે. 2019માં લોકસભા ચૂંટણી 10 માર્ચે જાહેર કરવામાં આવી હતી અને 11 એપ્રિલથી 19 મે વચ્ચે સાત તબક્કામાં મતદાન થયું હતું.

Related post

દ્વારકા વીડિયો : PM નરેન્દ્ર મોદીએ જગત મંદિરે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું

દ્વારકા વીડિયો : PM નરેન્દ્ર મોદીએ જગત મંદિરે દ્વારકાધીશના…

દ્વારકાના જગત મંદિરમાં PM નરેન્દ્ર મોદીમાં ભગવાન દ્વારકાધીશની પૂજા કરી છે. તેમજ આરતી પણ કરી છે. આજે પીએમ નરેન્દ્ર મોદીએ દિવસની…
What India Thinks Today: ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પાસેથી જાણો શું મોદી સરકાર કરશે હેટ્રિક ? કેવી રીતે ?

What India Thinks Today: ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પાસેથી…

દેશનું સૌથી મોટું ન્યૂઝ નેટવર્ક TV 9 ફરી એકવાર તેના What India Thinks Today પ્લેટફોર્મ સાથે તૈયાર છે. આ 3 દિવસીય…
Ahmedabad Video : માંડલ-અમરેલી અંધાપાકાંડમાં મોટી કાર્યવાહી, 3 ડોકટરને કરાયા સસ્પેન્ડ

Ahmedabad Video : માંડલ-અમરેલી અંધાપાકાંડમાં મોટી કાર્યવાહી, 3 ડોકટરને…

માંડલ – અમરેલી અંધાપાકાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અંધાપાકાંડના પગલે ગુજરાત મેડિકલ કાઉન્સિલએ મીટીંગ કરી હતી જેમાં એક મોટો નિર્ણય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *