
અમરેલી વીડિયો : સૌની યોજનાના પાણી મુદ્દે વાકયુદ્ધ ! ફોટોસેશન કરી બે દિવસ પાણી છોડાયું -વીરજી ઠુમ્મર
- GujaratOthers
- November 21, 2023
- No Comment
- 10
અમરેલીના લાઠી-બાબરા બેઠકના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરે સરકાર ખેડૂતોને સૌની યોજનાનું પાણી આપવાના નામે મજાક કરતી હોવાનો આક્ષેપ કર્યો છે. વીરજી ઠુમ્મરે જણાવ્યું કે સરકાર દ્વારા દિવાળી પર સૌની યોજનાનું પાણી છોડી ફોટો સેશન કરવામાં આવ્યું છે. પાણીના વધામણા પણ કરવામાં આવ્યા છે. પરંતુ બે દિવસ પાણી છોડીને તે ખેડૂતોના ખેતર સુધી પહોંચે તે પહેલા જ બંધ કરી દેવામાં આવ્યું છે. આમ સરકારે ખેડૂતોને પાણી તો ન આપ્યું. ઉલટાનું ખેડૂતોના ઘા પર મીઠું ભભરાવવાનું કામ કર્યું છે તેવો આક્ષેપ વીરજી ઠુમ્મરે કર્યો.
બીજી તરફ ભાજપે વીરજી ઠુમ્મરના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન રાઠોડે જણાવ્યું કે લીંબડી પાસે સૌની યોજનાના પાણીની પાઇપલાઇનમાં ફોલ્ટ આવ્યો હતો આથી પાણી બે દિવસ બંધ કરાયું હતું.આજે ફરી પાણી છોડવામાં આવ્યું છે. ખેડૂતોને જ્યારે પણ રવિ પાક માટે પાણીની જરૂર પડશે ત્યારે સરકાર તેમને પાણી આપશે તેમ તેમણે જણાવ્યું હતુ.