અમરેલી: રાજુલામાં શ્રી રામકૃષ્ણ આરોગ્ય હોસ્પિટલના રૂમમાં દીપડો ઘુસી જતાં મચી ગઈ દોડધામ- વીડિયો

અમરેલી: રાજુલામાં શ્રી રામકૃષ્ણ આરોગ્ય હોસ્પિટલના રૂમમાં દીપડો ઘુસી જતાં મચી ગઈ દોડધામ- વીડિયો

અમરેલી પંથકમાં અવારનવાર વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારોમાં આવી ચડે છે. ક્યારેક સિંહોના આંટાફેરા સામે આવે છે તો ક્યારેક દીપડો દેખા દે છે. આવુ જ બન્યુ રાજુલામાં, જ્યાં છતડિયા નજીક આવેલી શ્રી રામકૃષ્ણ આરોગ્ય હોસ્પિટલના એક રૂમમાં દીપડો ઘુસી જતા દોડધામ મચી ગઈ હતી. હોસ્પિટલ બિલ્ડિંગના બીજા માળે દીપડો રૂમમાં ઘુસી જતા દોડધામ મચી હતી. વનવિભાગે ઘટનાસ્થળે પહોંચી દીપડાને બહાર કાઢ્યો હતો. હોસ્પિટલમાં બાંધકામ ચાલી રહ્યુ છે ત્યારે આમતેમ પડેલા સામાન વચ્ચે દીપડો ક્યારે આવી ચડ્યો તેના તરફ કોઈનું ધ્યાન ગયુ ન હતુ.

જો કે હોસ્પિટલ બિલ્ડિંગના બીજા માળે એક રૂમમાં દીપડાએ ધામા નાખતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. હોસ્પિટલ તંત્ર દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી છે. વનવિભાગે ઘટનાસ્થળે પહોંચી દીપડાને બહાર કાઢતા તે સીમ વિસ્તારમાં નાસી છુટ્યો હતો. દીપડો બહાર નીકળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો: સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ડિમોલિશન મુદ્દે ઉચ્ચારી ચીમકી, કહ્યું તમારો સાથ હોય તો બુલડોઝર રોકાવી દેત- વીડિયો

આપને જણાવી દઈએ કે હજુ થોડા દિવસ પહેલા જ રાજુલાના વાવેરા ધારેશ્વર સીમ વિસ્તારમાં માનસિક સંતુલન ગુમાવી ચુકેલી સિંહણે આતંક મચાવ્યો હતો અને ત્રણ લોકો પર હુમલો કરી દીધો હતો. વનવિભાગે આ સિંહણને પાંજરે પુરી રેસ્ક્યુ કર્યુ હતુ. એનિમલ સેન્ટર ખાતે લઈ જઈ તેની બ્લડ સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરાઈ હતી. જો કે આ સિંહણને કોઈ ગંભીર પ્રકારની બીમારી હોવાની આશંકા પણ સેવાઈ હતી. આ આતંક મચાવનાર સિંહણનુ ઘટનાના બે દિવસમાં જ મોત થયુ છે. સિંહણના સેમ્પલ લેવાયા છે. ત્યારે તેના સેમ્પલનો રિપોર્ટમાં જ સામે આવશે કે સિંહણ કઈ બીમારીથી જુજી રહી હતી.

અમરેલી સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

WPL 2024ની ધમાકેદાર શરૂઆત, ભારે રોમાંચક મેચમાં મુંબઈએ દિલ્હીને અંતિમ બોલ પર હરાવ્યું

WPL 2024ની ધમાકેદાર શરૂઆત, ભારે રોમાંચક મેચમાં મુંબઈએ દિલ્હીને…

WPL 2024ની આનથી વધુ સારી શરૂઆત બીજી ના હોય શકે. પહેલી જ મેચમાં મુકાબલો અંતિમ બોલ સીધું પહોંચ્યો અને અંતિમ બોલ…
રાજકોટ: રાજ્યની સૌપ્રથમ AIIMSમાં 26મીએ IPD સેવાનો થશે પ્રારંભ, પીએમ મોદી 250 બેડની IPD હોસ્પિટલનું કરશે લોકાર્પણ

રાજકોટ: રાજ્યની સૌપ્રથમ AIIMSમાં 26મીએ IPD સેવાનો થશે પ્રારંભ,…

રાજ્યની પ્રથમ AIIMS રાજકોટમાં નિર્માણ પામી રહી છે. જેમાં બે વર્ષથી કાર્યરત OPD સેવા બાદ હવે IPD સેવા પણ આગામી 26…
5 રાજ્યમાં તાબડતોબ ગઠબંધન માટે કોંગ્રેસ અને અન્ય દળો આ 4 કારણોથી થયા મજબુર- ચાર મુુદ્દામાં સમજીએ સમીકરણ

5 રાજ્યમાં તાબડતોબ ગઠબંધન માટે કોંગ્રેસ અને અન્ય દળો…

કોંગ્રેસ માટે આ સપ્તાહ સારુ રહ્યુ તેવુ કહીએ તો કંઈ ખોટુ નથી. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ 17 બેઠકો કોંગ્રેસને આપી ગઠબંધન કરવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *