અમદાવાદ DEOની ટીમ  દ્વારા શહેરની શાળાઓમાં ફાયર સેફ્ટી અંગે કરાયુ સડન ચેકિંગ, કેટલીક શાળાઓમાં ત્રુટીઓ આવી ધ્યાને- Video

અમદાવાદ DEOની ટીમ  દ્વારા શહેરની શાળાઓમાં ફાયર સેફ્ટી અંગે કરાયુ સડન ચેકિંગ, કેટલીક શાળાઓમાં ત્રુટીઓ આવી ધ્યાને- Video

રાજકોટમાં TRP ગેમઝોનમાં લાગેલી આગની ઘટના બાદ ફાયર સેફ્ટી અંગે તંત્ર સફાળુ બેઠુ થયુ છે. રાજ્યમાં તમામ જગ્યાએ ફાયર સેફ્ટીની ચકાસણી કરવામાં આવી રહી છે. જ્યાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોય તે એકમોને સીલ કરવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે. આજ સિલસિલામાં અમદાવાદ શહેરના DEOએ શહેરની શાળાઓમાં ફાયર સેફ્ટી બાબતે સડન ચેકિંગ હાથ ધર્યુ હતુ. હાલ શાળાઓમાં નવુ સત્ર શરૂ થવાને આડે ગણતરીના દિવસો જ બાકી છે એ પહેલા DEOની ટીમે શહેરની ઉદ્દગમ સ્કૂલની આકસ્મિક મુલાકાત લઈ ચેકિંગ કર્યુ હતુ. જેમા ફાયર સેફ્ટી બાબતે અનેક ખામીઓ સામે આવી.

ઉદ્દગમ સ્કૂલમાં ફાયર સેફ્ટી છે પરંતુ બિલ્ડિંગ મુજબ ફાયરનો લોડ નથી- ફાયર અધિકારી

DEO અને ફાયર વિભાગના ચેકિંગમાં સામે આવ્યુ કે સ્કૂલ દ્વારા ફાયર NOC લીધેલી છે અને ફાયર સેફ્ટીના સાધનો પણ છે પરંતુ શાળાના બિલ્ડિંગને જોતા પૂરતો ફાયર લોડ ન હોવાનુ ધ્યાને આવ્યુ છે. આ ઉપરાંત શાળામાં ઈલેક્ટ્રીક ફોલ્ટલાઈન જ્યાથી પસાર થાય છે ત્યાં જ ફોમની ગાદીઓનો મોટો જથ્થો રાખેલો હોવાનુ ધ્યાનમાં આવ્યુ છે. આ ઉપરાંત આ ફોમની ગાદીઓના ઢગલા પાછળ ફાયર સેફ્ટીના સાધનો રાખવામાં આવ્યા હતા. આ બાબત ધ્યાને આવતા જ ઈલેક્ટ્રીક ફોલ્ટલાઈનની બાજુમાંથી રબરની ગાદીઓના જથ્થાને તાત્કાલિક ત્યાથી હટાવવાનો આદેશ કરાયો છે.

મનપાની ગાઈડલાઈનનો ઉલાળિયો, નવકાર ઈન્સ્ટીટ્યુટના બેઝમેન્ટમાં વધારાના સામાનનો ખડકલો,

ઉદ્દગમ સ્કૂલ બાદ ફાયરવિભાગ અને જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા નવકાર ઈન્સ્ટીટ્યુટનું આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. અહીં તપાસ દરમિયાન ઘટસ્ફોટ થયો કે બેઝમેન્ટનો ઉપયોગ પાર્કિંગને બદલે અન્ય વધારાનો સામાન રાખવા માટે કરાતો હતો. તેમજ અન્ય જ્વલનશીલ વસ્તુઓ પણ ત્યાં પડેલી જોવા મળી હતી. જેને પગલે તાત્કાલિક ધોરણે બેઝમેન્ટને ખાલી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. નવકાર ઈન્સ્ટીટ્યુટ પાસે ફાયર NOC અને ફાયર સેફ્ટીના સાધનો છે પરંતુ ઈન્સ્ટીટ્યુટના બેઝમેન્ટમાં ફાયર સેફ્ટીને લગતી અનેક અનિયમિતતાઓ સામે આવી છે. મહાનગરપાલિકાની ફાયર સેફ્ટીને લગતી સ્પષ્ટ ગાઈડલાઈનનો અહીં ઉલાળિયો થતો જોવા મળ્યો. બેઝમેન્ટનો ઉપયોગ માત્રને માત્ર પાર્કિંગ માટે કરવાનો હોય છે તેના બદલે આ ઈન્સ્ટીટ્યુટ દ્વારા બેઝમેન્ટનો સ્ટોર રૂમ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો અને વધારાનો સામાન અહીં રાખવામાં આવ્યો હતો. હાલ આ તમામ સામાન હટાવી દઈ બેઝમેન્ટ ખાલી કરવાનો આદેશ અપાયો છે અને ભવિષ્યમાં પણ આ નિયમનું પાલન નહીં થાય તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

ગુજરાતના ચેરાપુંજી એવા ડાંગમાં ધોધમાર વરસાદ વરસ્યો, નયનરમ્ય વાતાવરણ સર્જાયું, જુઓ વીડિયો

ગુજરાતના ચેરાપુંજી એવા ડાંગમાં ધોધમાર વરસાદ વરસ્યો, નયનરમ્ય વાતાવરણ…

ડાંગ: દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ અટકી જવાની એક તરફ ચિંતાઓ વ્યક્ત કરાઈ રહી છે તો બીજી તરફ ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતા ડાંગમાં…
આજનું હવામાન : ગુજરાતભરમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતભરમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી…

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજી સુધી ચોમાસું…
Share Market Opening Bell : ભારતીય શેરબજારની નવી વિક્રમી સપાટીએ શરૂઆત, Sensex 77235 પર ખુલ્યો

Share Market Opening Bell : ભારતીય શેરબજારની નવી વિક્રમી…

Share Market Opening Bell : ત્રણ દિવસની રજા પછી આજે ભારતીય શેરબજાર ખુલ્યું છે. આ અગાઉ શુક્રવારે છેલ્લા સત્રમાં સેન્સેક્સ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *