અમદાવાદ : ‘મિલેનિયમ મિરેકલ’ કાર્યક્રમમાં બ્રહ્મવિહારી સ્વામીનું સન્માન, CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો

અમદાવાદ : ‘મિલેનિયમ મિરેકલ’ કાર્યક્રમમાં બ્રહ્મવિહારી સ્વામીનું સન્માન, CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો

અમદાવાદના પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે આ પ્રસંગનું આયોજન થયું હતું. આ આયોજિત ‘મિલેનિયમ મિરેકલ’કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે બ્રહ્મવિહારી સ્વામીનું સન્માન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અશક્ય જ્યારે શક્યમાં પરિવર્તિત થાય ત્યારે તેને ‘મિરેકલ’ કહેવાય છે. અબુધાબીમાં નિર્માણ પામેલું આ ભવ્ય મંદિર પણ એક પ્રકારે ‘મિલેનિયમ મિરેકલ’ જ છે, જેનો ખૂબ મોટો ફાયદો માનવજાતને મળવાનો છે.

કેસરી કલરમાં ઘણા ગુણો છે : CM

ભુપેન્દ્ર પટેલે વધુમાં ઉમેર્યું હતુ કે, જ્યાં જ્યાં કેસરી કલર પહોંચે છે, એ ત્યાં બધાને પોતાના કરી દે છે. કેસરી કલર જોતાંની સાથે જ તમારું મન પ્રફુલ્લિત કરે છે. એવો એ કલર છે. તેમાં ઘણા બધા એવા ગુણ છે એટલે એવું થાય કે કેસરી તો હોવું જ જોઈએ. આ પછી તેને ‘મિલેનિયમ મિરેકલ’ વિશે પણ વાત કરી. કહ્યું કે, મિરેકલ એટલે કે જાદુ. ખરેખર અશક્યને શક્યમાં પરિવર્તિત થાય એટલે આપણા માટે તો જાદુ જ છે.

કાર્યક્રમમાં ઘણા લોકોએ હાજરી આપી

તાજેતરમાં UAEના આવેલા અબુધાબીમાં BAPS સ્વામિનારાયણ મંદિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અબુધાબીમાં સ્થપાયેલું પ્રથમ હિન્દુ મંદિર છે. આ સન્માન પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-મહંતો અને અનુયાયીઓ, ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન, શાયોના ગ્રુપના ચેરમેન સુરેશભાઈ પટેલ, જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉ. તેજસ પટેલ, AMCના સત્તાધીશો, શાયોના ગ્રુપના કર્મચારીઓ, સામાજિક અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related post

ગુજરાતના ચેરાપુંજી એવા ડાંગમાં ધોધમાર વરસાદ વરસ્યો, નયનરમ્ય વાતાવરણ સર્જાયું, જુઓ વીડિયો

ગુજરાતના ચેરાપુંજી એવા ડાંગમાં ધોધમાર વરસાદ વરસ્યો, નયનરમ્ય વાતાવરણ…

ડાંગ: દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ અટકી જવાની એક તરફ ચિંતાઓ વ્યક્ત કરાઈ રહી છે તો બીજી તરફ ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતા ડાંગમાં…
આજનું હવામાન : ગુજરાતભરમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતભરમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી…

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજી સુધી ચોમાસું…
Share Market Opening Bell : ભારતીય શેરબજારની નવી વિક્રમી સપાટીએ શરૂઆત, Sensex 77235 પર ખુલ્યો

Share Market Opening Bell : ભારતીય શેરબજારની નવી વિક્રમી…

Share Market Opening Bell : ત્રણ દિવસની રજા પછી આજે ભારતીય શેરબજાર ખુલ્યું છે. આ અગાઉ શુક્રવારે છેલ્લા સત્રમાં સેન્સેક્સ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *