અમદાવાદ મનપાનું ડ્રાફ્ટ બજેટ ઐતિહાસિક 10 હજાર કરોડને પાર, શહેરને ફાટક મુક્ત બનાવવાનું આયોજન

અમદાવાદ મનપાનું ડ્રાફ્ટ બજેટ ઐતિહાસિક 10 હજાર કરોડને પાર, શહેરને ફાટક મુક્ત બનાવવાનું આયોજન

અમદાવાદ મનપાનું ડ્રાફ્ટ બજેટ ઐતિહાસિક 10 હજાર કરોડને પાર, શહેરને ફાટક મુક્ત બનાવવાનું આયોજન

અમદાવાદ મનપાનું ડ્રાફ્ટ બજેટ ઐતિહાસિક 10 હજાર કરોડને પાર કરી 10,801 કરોડનું મ્યુનિસિપલ કમિશ્નર એમ થેંનારસને રજૂ કર્યું છે. જેમાં અમદાવાદના વિકાસને 2047ને ધ્યાને રાખીને આયોજનો કરવામાં આવ્યા છે. આ બજેટમાં રિવરફ્રન્ટ ફેઝ 3, નવા બ્રિજો, 200 આંગણવાડીઓ અને આઇકોનીક રોડ સહિતની બાબતો મુખ્ય જોવા મળી.

અમદાવાદ મનપાએ શહેરીજનો પાસેથી બજેટને લઈ સૂચનો માંગ્યા હતા. જે સૂચનો મળ્યા એના આધારે અમદાવાદના વર્ષ 2047ના વિકાસને ધ્યાને રાખી પાંચ મહત્વની બાબત પર બજેટ રજૂ કરાયું છે. જેમાં નેટ ઝીરો અને કાર્બન ન્યુટ્રલને ધ્યાને રાખી બજેટ તૈયાર કરાયું છે. રેસીલીયન્ટ અને સસ્ટેનેબલ એનર્જી પર ભાર મુકાયો છે. ઝીરો વેસ્ટ અને સરક્યુલર ઈકોનોમીને પ્રાધાન્ય અપાયું અને લીવેબલ અને હેપ્પી સિટી બનાવવા પર બજેટમાં ભાર મુકાયો.

10,801 કરોડના બજેટમાં અમદાવાદના 18 તળાવનું સો કરોડના ખર્ચે બ્યુટીફિકેશન, રિવરફ્રન્ટ ખાતે આઇકોનિક બ્રિજ કમ બેરેજ 350 કરોડના ખર્ચે પશ્ચિમ કાંઠે ટોરેન્ટ પાવરથી પૂર્વ બાજુએ કેમ્પ સદર બજાર સુધી તૈયાર કરાશે. શહેરના કાલુપુર, સારંગપુર અને અસારવા બ્રિજનું રિસ્ટોરેશન ચીમનભાઈ બ્રિજનું વાઇડનિંગ 378 કરોડના ખર્ચે, જ્યારે અમદાવાદને ફાટકમુક્ત કરવા માટે 250 કરોડ રૂપિયા ફાળવાયા છે. બજેટ જોગવાઇમાં 31 ટકા રકમ વિકાસ કાર્યો માટે અને 30 ટકા રકમ એસ્ટાબ્લીશ ખર્ચ પેટે વપરાશે.

બજેટમાં ખાસ શુ ?

 • 14 સ્લમ જગ્યા પર ઝૂંપડપટ્ટીના પુનઃવર્સન સાથે 7560 આવાસ બનશે. સાથે જ આવાસ યોજના હેઠળ 2440 કુલ એક હજાર ઘરોના નિર્માણ માટે 250 કરોડ રૂપિયા ફાળવાયા
 • 66 કિમી મોટી ડ્રેનેજ લાઇન માટે 469 કરોડ ફાળવાયા
 • 160 MLD ક્ષમતાના ટ્રીટમેન્ટ પ્લાન 351 કરોડના ખર્ચે બનાવી ઉદ્યોગોને પાણી અપાશે
 • નવા 11 વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર બનાવી 15 હયાતનું ઓગમેન્ટેશનના આયોજન માટે 250 કરોડ
 • 15.65 કીમી લંબાઈની ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ ફેઝ-2 માટે 1230 કરોડની જોગવાઇ
 • ઇન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ રોડ સુધી 4.5 કિ.મી. પશ્ચિમ પૂર્વ બન્ને બાજુએ રીવરફન્ટ ફેઝ-3નું 1હજાર કરોડનાં ખર્ચે આયોજન
 • 250 કિમીના રસ્તા રીગ્રેડ, 50 કિમીના માઈકો રીસરફેસીંગ તથા 100 કિમીના ડસ્ટ ફ્રી રોડ મળી કુલ 400 કિમીના રોડ 790 કરોડના ખર્ચે બનાવાશે
 • 135 કરોડના ખર્ચે 5 આઈકોનિક રોડ બનાવાશે, જેમાં પાર્કિંગ, ગ્રીન બેલ્ટ સાથેના વોક-વે, સીટીંગ એરેજમેન્ટ, ઈ.વી.ચાર્જિંગ સાથેની સુવિધાઓ હશે.
 • લો ગાર્ડન પ્રીસીન્ટ ડેવલપમેન્ટ અંતર્ગત આજુબાજુના રોડ ડેવલપમેન્ટનું 75 કરોડનાં ખર્ચે આયોજન
 • 15 કરોડના ખર્ચે શહેરના પ્રવેશ થતા ચારે બાાજુના રોડ પર સીટી એન્ટ્રી ગેટ બનાવવાનું આયોજન
 • Olympic-2036 ધ્યાને લઇ 5 કરોડના ખર્ચે સીટી માસ્ટર પ્લાન જેમાં રોડ, ડ્રેનેજ, વોટર અને ટ્રાફિક બનાવવાનું આયોજન
 • 45 કરોડના ખર્ચે વર્ષ દરમિયાન વિવિધ ટી.પી.માં 67 કિમીનાં ટી.પી. રોડ ખોલવાનું તથા રસ્તા બનાવવાનું આયોજન
 • હંસપુરા, ચિલોડા, ભાડજ, મકરબા, સરખેજ, કઠવાડા, કમોડ, નિકોલ સાથેના નવા સમાવિષ્ટ વિસ્તારનો સમાવેશ.

ઝોન પ્રમાણે આયોજન

 • દરેક ઝોનમાં ડસ્ટ ફ્રી રોડ, કોમ્યુનિટી હોલ, ઓડીટોરીયમ, સ્વીમીંગ પુલ, રીડીંગ રૂમ, વેજીટેબલ માર્કેટ, પાર્ટી પ્લોટ, મીની સ્પોર્ટ્સ કોલેક્ષ, પ્લેગ્રાઉન્ડ માટે 271 કરોડની ફાળવણી કરાઈ છે. આ સિવાય ઝોન મુજબ જોવા જઈએ તો…
 • મધ્ય ઝોનમાં 20 કરોડના ખર્ચે જયશંકર સુંદરી નાટયગૃહનું રીનોવેશન, લાડલા બ્રિજથી ઘેવર સર્કલ થઈ ડફનાળા સુધીનો આઈકોનીક રોડ બનાવાશે
 • ઉત્તર ઝોનમાં 30 કરોડના ખર્ચે સરદારનગર વોર્ડમાં કોમ્યુનિટી હોલ તથા સ્વીમીંગ પુલ, નરોડા વોર્ડમાં ઓડિટોરીયમ બનાવાશે
 • દક્ષિણ ઝોનમાં 40 કરોડના ખર્ચે લાંભા વોર્ડમાં ગ્યાસપુર ખાતે પાર્ટી પ્લોટ, વટવા વોર્ડમાં કોમ્યુનિટી હોલ બનાવાશે
 • પૂર્વ ઝોનમાં 45 કરોડના ખર્ચે નિકોલ અને વસ્ત્રાલ વોર્ડમાં પાર્ટી પ્લોટ, નિકોલમાં સ્પોટર્સ કોમ્પલેક્ષ બનાવાશે જેમાં સ્વીમીંગ પુલ, જીમ અને ઈન્ડોર ગેમ માટે વ્યવસ્થા હશે
 • પશ્ચિમ ઝોનમાં 52 કરોડના ખર્ચે પંડીત દીનદયાલ હોલનું નવીનીકરણ તથા નવરંગપુરામાં ઓડિટોરીયમ. વાસણા વોર્ડમાં જીમ અને સ્વીમીંગ પુલનું નવીનીકરણ, રાણીપમાં મીની સ્પોટર્સ કોમ્પલેક્ષ બનાવાશે
 • ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 44 કરોડના ખર્ચે કેશવબાગથી માનસી સર્કલ, જજીસ બંગલોથી પકવાન ચાર રસ્તા સુધીનો આઈકોનીક રોડ
  બોડકદેવ વોર્ડમાં ઓપન પાર્ટી પ્લોટ બનાવાશે
 • દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 40 કરોડના ખર્ચે બોપલ-ઘુમામાં સ્વીમીંગ પુલ

શહેરને ફાટક મુક્ત કરાશે અને નવા બ્રિજ બનશે

 • ઇન્દિરા બ્રિજ સર્કલ, નારોલ જંકશન, સ્ટાર બજાર, નહેરુનગર પાસે એમ શહેરમાં 4 ફૂટ ઓવરબ્રિજ 10 કરોડના ખર્ચે તૈયાર થશે
 • પાંજરાપોળ જંકશન પર સ્પ્લીટ ફલાય ઓવર બ્રિજ
 • પંચવટી જંક્શન, માનસી જંક્શન પર બ્રિજની જોગવાઈ
 • એલિસબ્રિજ રિસ્ટોરેશન તેમજ પેડેસ્ટ્રીયન રસ્તા માટે 10 કરોડની જોગવાઈ

આ પણ વાંચો ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહી કાંડ : પટાવાળાથી વચેટિયા સુધી તમામની અલગ અલગ ભૂમિકા, 14 આરોપીઓની ધરપકડ

Related post

WPL 2024ની ધમાકેદાર શરૂઆત, ભારે રોમાંચક મેચમાં મુંબઈએ દિલ્હીને અંતિમ બોલ પર હરાવ્યું

WPL 2024ની ધમાકેદાર શરૂઆત, ભારે રોમાંચક મેચમાં મુંબઈએ દિલ્હીને…

WPL 2024ની આનથી વધુ સારી શરૂઆત બીજી ના હોય શકે. પહેલી જ મેચમાં મુકાબલો અંતિમ બોલ સીધું પહોંચ્યો અને અંતિમ બોલ…
રાજકોટ: રાજ્યની સૌપ્રથમ AIIMSમાં 26મીએ IPD સેવાનો થશે પ્રારંભ, પીએમ મોદી 250 બેડની IPD હોસ્પિટલનું કરશે લોકાર્પણ

રાજકોટ: રાજ્યની સૌપ્રથમ AIIMSમાં 26મીએ IPD સેવાનો થશે પ્રારંભ,…

રાજ્યની પ્રથમ AIIMS રાજકોટમાં નિર્માણ પામી રહી છે. જેમાં બે વર્ષથી કાર્યરત OPD સેવા બાદ હવે IPD સેવા પણ આગામી 26…
5 રાજ્યમાં તાબડતોબ ગઠબંધન માટે કોંગ્રેસ અને અન્ય દળો આ 4 કારણોથી થયા મજબુર- ચાર મુુદ્દામાં સમજીએ સમીકરણ

5 રાજ્યમાં તાબડતોબ ગઠબંધન માટે કોંગ્રેસ અને અન્ય દળો…

કોંગ્રેસ માટે આ સપ્તાહ સારુ રહ્યુ તેવુ કહીએ તો કંઈ ખોટુ નથી. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ 17 બેઠકો કોંગ્રેસને આપી ગઠબંધન કરવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *