
અમદાવાદમાં PSI અને તેમના રાયટર 1000 ની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા
- GujaratOthers
- October 31, 2023
- No Comment
- 10

ભ્રષ્ટાચારી અધિકારીઓએ લોકોને પરેશાન કરી મુક્યા છે.અમદાવાદમાં અનેકવાર અધિકારીઓ અને કર્મચારીઓ એસીબીના છટકામાં ઝડપાઈ જવા છતાંય હજુ કેટલાયને લાંચનો મોહ છૂટતો નથી. આવી જ રીતે એક મહિલા પીએસઆઈ અને તેમના રાયટર એસીબીના છટકામાં ઝડપાયા છે. એક બાઈક છોડવવા આવેલા ફરિયાદીની પાસેથી લાંચની રકમ માંગી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદ થી ઉદયપુર વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન? ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી ઝડપી બનાવાઈ
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ ડાયમંડ પોલીસ ચોકીના પીએસઆઈ દ્વારા લાંચની રકમ માંગવામાં આવી હતી. જે રકમ આપવા માટે ફરિયાદી ઈચ્છતો નહોતો, જેને લઈ તેણે અમદાવાદ શહેરની એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ તેની વિગતો મેળવીને છટકાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં પીએસઆઈ અને તેમના રાયટર છટકામાં ઝડપાઈ આવતા એસીબીએ ભ્રષ્ટાચાર સંદર્ભનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
1000 રુપિયા લેતા ઝડપાયા
ફરિયાદી યુવકને પોતાની બાઈક પકડાઈ ગઈ હતી. જે બાઈકને લઈ કોર્ટમાંથી બાઈક છોડવા માટે કાર્યવાહી કરી હતી. આ માટે કાર્યવાહીમાં પોલીસના અભિપ્રાયની જરુર હોવાને લઈ પોલીસને રજૂઆત કરી હતી. પોલીસને કોર્ટમાં રજૂ કરવાનો થતો અભિપ્રાય વિના કારણે વિલંબ નહીં કરવા માટે રજૂઆત કરવા જતા અભિપ્રાયના બદલામાં લાંચની માંગણી કરવામાં આવી હતી.
મહિલા પીએસઆઈ જેએસ રાવલ અને પોલીસ ચોકીમાં તેમના રાયટર રીંકુભાઈ પટણીએ 2000 રુપિયાની લાંચની માંગણી કરી હતી. જેને લઈ 1000 રુપિયાની લાંચની રકમ ફરિયાદીએ તેમને આપી દીધી હતી. જ્યારે બાકીના 1000 ની રકમ ચૂકવી આપવા માટે કહ્યુ હતુ. જે રકમ પોલીસ ચોકીએ આવીને આપી જવા માટે કહ્યુ હતુ. આ માટે રકમને લઈને ફરિયાદી યુવક ડાયમંડ પોલીસ ચોકી પહોંચ્યો હતો.
આ માટે અગાઉથી જ ફરિયાદ કર્યા મુજબ એસીબીએ પણ સ્થળ પર છટકુ ગોઠવી રાખ્યુ હતુ. જ્યાં રીંકુ પટ્ટણીએ યુવક સાથે બાઈક માટેના અભિપ્રાયને લઈ લાંચની રકમની હેતુલક્ષી વાતચીત કરીને બાકીની 1000 રુપિયાની રકમ સ્વિકારી હતી. જેને લઈ એસીબીએ રીંકુ પટ્ટણી અને પીએસઆઈ રાવલ બંને ઝડપાઈ જવા પામ્યા હતા. એસીબીએ બંનેને ડીટેઈન કરીને તેમની સામે કાર્યવાહી કરી હતી. એસીબીએ તેમના ઘરે પણ સર્ચ કરીને તેમની મિલ્કતની પણ તપાસ કરવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો