અમદાવાદમાં વિક્રમી ગરમી, 46 ડિગ્રીને પાર થયો ગરમીનો પારો, ગાંધીનગર-સુરેન્દ્રનગરમાં 45ને પાર

અમદાવાદમાં વિક્રમી ગરમી, 46 ડિગ્રીને પાર થયો ગરમીનો પારો, ગાંધીનગર-સુરેન્દ્રનગરમાં 45ને પાર

અમદાવાદમાં 2016 પછીની સૌથી વધુ ગરમી આજે નોંધાઈ છે. અમદાવાદમાં ગરમીનો પારો 46 ડિગ્રીએ પહોચી ગયો છે તેમ કહી શકાય. આજે અમદાવાદ શહેરમાં ગરમીનું પ્રમાણ 45.9 ડિગ્રી નોંધાયું છે. જે 2016માં નોંધાયેલ 48 ડિગ્રી બાદ આજે વિક્રમી ગરમી નોંધાઈ છે. અમદાવાદની સાથેસાથે, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર થયો છે.

અમરેલીમાં 44.9 ડિગ્રી, વડોદરામાં 43.4 ડિગ્રી, ભાવનગરમાં 41.2 ડિગ્રી, ભૂજમાં 44.3 ડિગ્રી, દાહોદમાં 44.6 ડિગ્રી, ડીસામાં 44.3 ડિગ્રી, રાજકોટમાં 44.2 ડિગ્રી, સુરતમાં 41.2 ડિગ્રી ગરમી નોંધાઈ છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતમાં હજુ પણ આગામી પાંચ દિવસ ગરમીમાંથી રાહત નહીં મળે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં 3 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે, તો અમદાવાદમાં આગામી બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Temperature of various cities of Gujarat on 22 May 2024

ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, આણંદ સહિતના શહેરમાં રાત્રીનું મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતા વધુ રહેશે. જેના કારણે દિવસનુ તાપમાન પણ ઉચકાશે. મોટાભાગે સમાન્ય કરતા વધુ તાપમાન નોંધાશે. સુરેન્દ્રનગરમાં આગામી ત્રણ દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.

 

Related post

આ સોલર કંપનીએ 2 વાર આપ્યા બોનસ શેર, રોકાણકારોને માત્ર 3 વર્ષમાં બનાવ્યા કરોડપતિ

આ સોલર કંપનીએ 2 વાર આપ્યા બોનસ શેર, રોકાણકારોને…

સોલર કંપનીના શેર માત્ર 3 વર્ષમાં 18 રૂપિયાથી વધીને 1800 રૂપિયા થઈ ગયો છે. KPI ગ્રીન એનર્જી શેરોએ છેલ્લા ત્રણ વર્ષમાં…
T20 World Cup: સુપર-8માં ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની સામે ટકરાશે, વરસાદ થશે તો શું થશે? જાણો A ટુ Z વિગતો

T20 World Cup: સુપર-8માં ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની…

હવે T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ સ્ટેજમાં માત્ર 5 મેચ બાકી છે, જે 17 જૂને વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ…
Health Tip: શું તમારું શુગર લેવલ પણ થઈ ગયું છે હાઈ? આ સંકેતોને ક્યારેય અવગણશો નહીં, જાણો

Health Tip: શું તમારું શુગર લેવલ પણ થઈ ગયું…

જો હાઈ બ્લડ શુગર લેવલને સમયસર ઓળખવામાં ન આવે તો તમારા સ્વાસ્થ્યને ખરાબ રીતે નુકસાન થઈ શકે છે. શું તમે હજુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *