
અમદાવાદમાં જન્મથી અઢી વર્ષ ખોરાક નહીં લઈ શકતા બે બાળક પર જટિલ સર્જરી, નવજીવન મળ્યુ!
- GujaratOthers
- November 3, 2023
- No Comment
- 11

કહે છે ને કે ડોક્ટર ભગવાનનુ રુપ હોય છે અને આવા અનેક દાખલા અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ સાર્થક કર્યા છે. વધુ એકવાર અમદાવાદ સિવિલના ડોક્ટરો એક બાળકને માટે ભગવાન બન્યા છે. અમદાવાદમાં બે પરિવારોને ઘરે પુત્રનો જન્મ થયો હતો પરંતુ એ સાથે જ ચિંતાના વાદળો પણ ઉતરી આવ્યા હતા. કારણ કે બંને બાળકોને જન્મજાત અન્નનળીની સમસ્યા હતી. બંને બાળકો અઢી વર્ષ સુધી મોંઢાથી ખોરાક કે પાણી લઈ શકતા નહોતા.
આ પણ વાંચોઃ અમદાવાદ થી ઉદયપુર વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન? ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી ઝડપી બનાવાઈ
અમદાવાદ સિવિલના ડોક્ટરોએ ઇસોફેજલ એટ્રેસિયા નામની આ બીમારીની સારવાર કરીને નવુ જીવન આપ્યુ છે. આ બાળકો ખોરાક તો ઠીક પરંતુ પોતાના ગળેથી લાળ પણ ગળી શકતા નહોતા. આવી સ્થિતિ સાંભળીને હ્રદય દ્રવી ઉઠે. પરંતુ સિવિલના તબિબોએ ઓપરેશન કરીને બાળકોને ખાતાપીતા કરી દીધા છે.
નવી અન્નનળી બનાવી
વાત જાણે એમ છે કે અમદાવાદમાં બે એવા પરિવારો સામે આવ્યા કે જેમના ઘરે પુત્રનો જન્મ થયો પરંતુ આ બંને બાળકોને અન્નનળી જ હતી નહીં. એટલે કે આ બંને બાળકો મોઢા દ્વારા કોઈપણ પ્રવાહી કે ખોરાક લઇ શકે તેવી પરિસ્થિતિમાં હતા નહિ. પરિવારના સભ્યો દ્વારા ડોક્ટરનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ડોક્ટરોએ એક જટિલ ઓપરેશન કરી બંને બાળકોને ફરીથી સામાન્ય બાળકોની જેમ મોઢા દ્વારા પ્રવાહી અને ખોરાક લેતા કરી દીધા હતા.
જન્મજાત અન્નનળીની ખામીને કારણે અઢી વર્ષની ઉમર સુધી ખોરાકનો એક દાણો પણ ન લઇ શકતા બે બાળકોને સિવિલના પીડીયાટ્રીક સર્જરી વિભાગના ડોક્ટરો એ દુર્લભ સર્જરી કરીને પીડામુક્ત કર્યા છે. આ બંને બાળકોને ખાતાપીતા કરવા માટે તબિબોએ જઠરમાંથી નવી અન્નનળી તૈયાર કરી અને જેના વડે તેમને મોંઢેથી ખોરાક લેતા કર્યા છે.
કઈ રીતે કર્યું ઓપરેશન
અમદાવાદ સિવિલમાં બંને બાળકો પર ગેસ્ટ્રિક પુલ અપ નામની સર્જરી કરવામાં આવી હતી. જેમાં જઠરમાંથી છાતીના પાછળથી અન્નનળીના ઉપરના ખૂલ્લા ભાગ સુધીને એક ફૂડ પાઈપ તૈયાર કરવામાં આવી હતી. આમ નવી ફૂડ પાઈપ તૈયાર કરીને તેના વડે બંને બાળકો સ્મિત અને મિતાંશને મોંઢેથી ખોરાક આપવાની શરુઆત કરવામાં આવી હતી. આમ એક સફળ જટિલ સર્જરી પૂરવાર થતા જ બાળકોને નવા જીવન મળવા સમાન બંનેના પરિવારમાં આનંદ છવાયો હતો.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો