અમદાવાદઃ ધાક જમાવવા યુવકનું અપહરણ કરીને બેરહેમ માર માર્યો, ચાર આરોપી સામે ફરિયાદ

અમદાવાદઃ ધાક જમાવવા યુવકનું અપહરણ કરીને બેરહેમ માર માર્યો, ચાર આરોપી સામે ફરિયાદ

અમદાવાદઃ ધાક જમાવવા યુવકનું અપહરણ કરીને બેરહેમ માર માર્યો, ચાર આરોપી સામે ફરિયાદ

અમદાવાદ શહેરમાં ગુનાઓનું પ્રમાણ વધતુ જઈ રહ્યું છે. ધાક ધમકીઓ અને મારા મારીના ગુનાઓ સામે આવી રહ્યા છે. આવી જ રીતે એક સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. જેમાં ચાર યુવકો દ્વારા એક યુવકને બેરહેમ માર મારવામાં આવી રહ્યો છે. અંગત અદાવતને લઈ યુવકનું અપહરણ કરીને તેને માર માર્યો હોવાની ઘટના હોવાનું સામે આવ્યું છે.

જે અંગે રામોલ પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. આરોપી 2 યુવકનો પોલીસે ઝડપી લીધા છે. જ્યારે અન્ય બે આરોપીઓને શોધવા માટે પોલીસે તપાસ શરુ કરી છે.

ઘરમાંથી ઉઠાવી અપહરણ

અમદાવાદના રામોલમાં સંદીપ ચૌહાણ નામનો યુવક બે દિવસ પહેલા રાત્રે પોતાના ઘરે હતો. ત્યારે ચાર જેટલા સખશો તેમના ઘરે આવી સંદીપ ચૌહાણનું અપહરણ કરી તેને કારમાં લઈ જઈ અને માર મારી ઈજાગ્રસ્ત કર્યો હતો. જે બાદ તેને રામોલ પોલીસ સ્ટેશન નજીક ફેંકી ચાર લોકો ફરાર થઈ ગયા હતા. રામોલમાં રહેતા દીપક ચૌહાણના ભાઈ નિરજ અને સંદીપનો ઝગડો સંગ્રામસિંહ સિકરવાર અને તેના સાગરીતો ગૌરવસિંહ ચૌહાણ, રવિસિંહ ઠાકોર અને કાર્તિક પાંડે ઉર્ફે બાબલા સાથે થયો હતો.

જેની અદાવત રાખી ચારે આરોપીઓ ઘરમાં ઘૂસી સંદીપનું અપહરણ કર્યું હતું. સમગ્ર ઘટનાની જાણ સંદીપ ચૌહાણના પરિવારને થતા સંદીપ ચૌહાણને એલજી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધ તપાસ શરૂ કરવામાં આવી હતી.

બેની ધરપકડ

સમગ્ર ઘટનાની પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રામોલ વિસ્તારના ચાર સામાજિક તત્વો સંગ્રામસિંહ સિકરવાર, ગૌરવ ચૌહાણ, રવિ ઠાકોર અને કાર્તિક પાંડે છે. આ ચારેય આરોપીઓમાંથી બે આરોપીની રામોલ પોલીસે ધરપકડ કરી લીધી છે. જોકે સંગ્રામ સિકરવાર અને કાર્તિક પાંડેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ચારેય પૈકી સંગ્રામ સીકરવાર નામનો આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

આરોપી સંગ્રામ સિવિલ વર્ષ 2022 માં એક યુવકની હત્યા મામલે ફરિયાદ નોંધાઈ ચૂકી છે. જે માટે જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે. સમગ્ર કેસમાં પૈસાની લેતીદેતીમાં મામલે બુલેટ પર જઈને યુવકને ગાડીથી કચડી હત્યા કરવાનો ગુનો નોંધાયો હતો. આરોપી સંગ્રામસિંહ એ સામાન્ય બોલાચાલીમાં સંદીપનું પણ અપહરણ કરી તેને માર મારી એક ડરનો માહોલ ઉભો કર્યો હતો.

ધાક જમાવવા અપહરણ

હત્યા કેસમાં સજા કાપી રહેલા સંગ્રામ સિંહ તાજેતરમાં જેલમાંથી પેરોલ પર છૂટ્યો હતો. તેણે રામોલ વિસ્તારમાં ફરીથી કાયદો હાથમાં લઇ પોતાની ધાક ખૂબ જ જમાવી રાખવા અપહરણની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે પોલીસે તેને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો પોલીસે પકડાયેલા બે આરોપીની પૂછપરછ શરૂ કરી અન્ય બે આરોપીઓની શોધ ખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો:  આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

Breaking News : પેપર લીક કેસમાં પટનામાંથી 4 ઉમેદવારોની ધરપકડ… પકડાયેલા ઉમેદવારોએ NEETમાં કેટલા માર્ક્સ મેળવ્યા?

Breaking News : પેપર લીક કેસમાં પટનામાંથી 4 ઉમેદવારોની…

NEET UG 2024 : ઇકોનોમિક ઓફેન્સીસ યુનિટ NEET UG 2024 પેપર લીક કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં પટનામાંથી ચાર…
Gandhinagar Video : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે,રાજકોટ અગ્નિકાંડના SITના રિપોર્ટ અંગે થશે ચર્ચા

Gandhinagar Video : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ…

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે.કેબિનેટ બેઠકમાં આજે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ SIT…
વલસાડમાં વરસાદે પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી, અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા, જુઓ વીડિયો

વલસાડમાં વરસાદે પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી, અનેક વિસ્તારોમાં વરસાદી…

વલસાડ : વલસાડ તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસના રીસામણા બાદ ફરી વરસાદ મનમુકીને વરસ્યો હતો. વલસાડ તાલુકામાં ભારે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *