અમદાવાદઃ દુષ્કર્મનાં ઇરાદે યુવકે ચાર વર્ષની બાળકીનું અપહરણ, ઝડપાયો આરોપી

અમદાવાદઃ દુષ્કર્મનાં ઇરાદે યુવકે ચાર વર્ષની બાળકીનું અપહરણ, ઝડપાયો આરોપી

અમદાવાદઃ દુષ્કર્મનાં ઇરાદે યુવકે ચાર વર્ષની બાળકીનું અપહરણ, ઝડપાયો આરોપી

અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર દિવસ પહેલા બાળકીના થયેલા અપરણના ગુનામાં આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. રાયખડ પાસે રોડ પર પિતાની બાજુમાં રમી રહેલી ચાર વર્ષની બાળકીનું યુવકે અપહરણ કર્યું હતું. જે બાળકી બીજા દિવસે મળી આવી હતી. આ અપહરણની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી. આ મામલે આરોપીની ધરપકડ કરી તપાસ કરતા ચોકાવનારા ખુલાસા થયા છે.

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ગીરફતમાં દેખાતા આ શખ્સનું નામ છે બગદારામ ઉર્ફે પ્રકાશ પ્રજાપતિ. આરોપી આમ તો મૂળ રાજસ્થાનના ઝાલોરનો રહેવાસી છે અને ઘણા સમયથી અમદાવાદમાં જ રહે છે. અમદાવાદના રાયખડ ચાર રસ્તા નજીક ગત 2 જૂન 2024 ના રોજ વહેલી સવારે 06 વાગ્યાના અરસા દરમિયાન ચારેક વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. જે ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી.

ઝડપાયો આરોપી

આ ઘટનાને લઈને ગાયકવાડ હવેલી પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે CCTV ના આધારે બાળકી અને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. જોકે બીજા દિવસે બાળકી કાલુપુર રેલવે સ્ટેશન સામેના ત્રણ રસ્તા પાસેથી મળી આવી હતી. જેને મેડિકલ માટે મોકલીને સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે આરોપીની શોધખોળ તેજ કરી હતી. જોકે આ ગુનામાં સામેલ આરોપી અંતે વાસણા APMC પાસેથી ઝડપાયો છે.

પકડાયેલા આરોપીની તપાસ કરતાં સામે આવ્યુ કે તે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં રખડતું ભટકતું જીવન ગુજારે છે. આ ઘટના બની તે દિવસે તે બાળકીનું રાયખડ ચાર રસ્તા પાસેથી અપહરણ કરીને લઈ જઈ અલગ અલગ વિસ્તારમાં ઓટોરિક્ષામાં ફર્યો હતો. આરોપીએ બાળકી પર દુષ્કર્મ ગુજારવાના ઇરાદે તેનું અપહરણ કર્યું હતું. અપહરણ બાદ તે દુષ્કર્મ ગુજારવા માટે યોગ્ય જગ્યા શોધી રહ્યો હતો પરંતુ કલાકો વીતી જવાથી બાળકી રડવા લાગતા તે બાળકીને કાલુપુર રેલવે સ્ટેશન પાસે મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

આ ગુનામાં પકડાયેલો આરોપી અગાઉ મણીનગર, કાગડાપીઠ, એલીસબ્રીજ, કારંજ તેમજ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં ઝડપાયો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તો ગાયકવાડ હવેલી પોલીસે આરોપીની કસ્ટડી મેળવી તેની વધુ તપાસ અને શરૂ કરી છે. તેણે અગાઉ આવા કોઈ અન્ય ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તેને લઈને પણ તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:  આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Related post

T20 વિશ્વકપમાં બેટર સાથે મેદાન પર ઝઘડી પડનારા બોલરને ICCની આકરી સજા, જુઓ

T20 વિશ્વકપમાં બેટર સાથે મેદાન પર ઝઘડી પડનારા બોલરને…

હવે T20 વિશ્વકપમાં સુપર-8 નો તબક્કો શરુ થઈ રહ્યો છે. આ પહેલા લીગ તબક્કામાં અનેક ઉતાર ચડાવ અને લો સ્કોલીંગ મેચ…
Rajkot Video : માલવિયાનગર રેલવે ફાટક ખુલ્લો અને આવી ગઇ ટ્રેન, જાણો પછી શું થયુ

Rajkot Video : માલવિયાનગર રેલવે ફાટક ખુલ્લો અને આવી…

રાજકોટના માલવિયાનગર રેલવે ફાટકમાં પાસે મોટી દુર્ઘટના ટળી છે. 18 જુનના રોજ રાત્રે રેલવે માલવિયાનગર પાસે ટ્રેન આવી ગઈ છતા ફાટક…
મક્કામાં ભીષણ ગરમી બની જીવલેણ, 550થી વધુ હજ યાત્રીઓના મૃત્યુ, અનેક સારવાર હેઠળ

મક્કામાં ભીષણ ગરમી બની જીવલેણ, 550થી વધુ હજ યાત્રીઓના…

વધતા જતા તાપમાનના કારણે સમગ્ર વિશ્વમાં અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે. ભારતમાં જ હીટવેવના કારણે, અત્યાર સુધીમાં મૃત્યુઆંક 65ને વટાવી ગયો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *