અખંડ ભારતનું બજેટ રજૂ કરનાર પછીથી બન્યા હતા પાકિસ્તાનના વડાપ્રધાન, જાણો કોણ છે આ વ્યક્તિ

અખંડ ભારતનું બજેટ રજૂ કરનાર પછીથી બન્યા હતા પાકિસ્તાનના વડાપ્રધાન, જાણો કોણ છે આ વ્યક્તિ

અખંડ ભારતનું બજેટ રજૂ કરનાર પછીથી બન્યા હતા પાકિસ્તાનના વડાપ્રધાન, જાણો કોણ છે આ વ્યક્તિ

દેશનું વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ થવા જઈ રહ્યું છે. આ અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ભારતમાં બજેટનો ઈતિહાસ 180 વર્ષથી વધુ જૂનો છે. અંગ્રેજોના સમયથી બજેટ રજૂ કરવામાં આવે છે. પરંતુ આજે અમે તમને જણાવીશું કે અખંડ ભારતનું બજેટ રજૂ કરનાર એ વ્યક્તિ કોણ હતા. જે બાદમાં પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા.

પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન લિયાકત અલી ખાને 1946માં ભારતનું બજેટ રજૂ કર્યું. તે સમયે લિયાકત અલી ખાન પંડિત જવાહર લાલ નેહરુની વચગાળાની સરકારમાં નાણામંત્રી હતા. આ બજેટ ભારત અને પાકિસ્તાનના ભાગલા પહેલા રજૂ કરવામાં આવ્યું હતું. જો કે લિયાકત અલીના આ બજેટની ભારે ટીકા થઈ હતી. જ્યારે આ બજેટના માત્ર દોઢ વર્ષ બાદ ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા હતા અને લિયાકત અલી ખાન પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા.

બજેટની ભારે ટીકા

મોહમ્મદ અલી ઝીણાના નજીકના ગણાતા લિયાકત અલી ખાને આ બજેટ સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી (આજનું સંસદ ભવન)માં રજૂ કર્યું હતું. આજે પણ ઈતિહાસમાં આ બજેટને ‘ગરીબ માણસનું બજેટ’ કહેવામાં આવે છે. દેશના ઉદ્યોગપતિઓએ આ બજેટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.

તમને જણાવી દઈએ કે લિયાકત અલીના આ બજેટમાં ટેક્સના નિયમો ખૂબ જ કડક રાખવામાં આવ્યા હતા, જેના કારણે સૌથી વધુ નુકસાન વેપારીઓને થયું હતું. આ બજેટમાં તેમણે ઉદ્યોગપતિઓ પર દર 1 લાખના નફા પર 25 ટકા ટેક્સ લાદવાની દરખાસ્ત કરી હતી. એટલું જ નહીં કોર્પોરેટ ટેક્સ બમણો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

હિંદુ વિરોધી બજેટ

આ બજેટની રજૂઆત બાદ લિયાકત અલી પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. લોકોએ આ બજેટને હિંદુ વિરોધી બજેટ ગણાવ્યું હતું. વેપારીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે તેઓએ જાણીજોઈને આવા ટેક્સની જોગવાઈ લાદી છે. એવું કહેવામાં આવ્યું હતું કે લિયાકત હિન્દુ ઉદ્યોગપતિઓની વિરુદ્ધ હતા, તેથી તેમને નુકસાન પહોંચાડવા માટે આ બજેટ તૈયાર કરવામાં આવ્યું હતું.

પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન

ભારત અને પાકિસ્તાનના વિભાજન પછી પાકિસ્તાનની કમાન લિયાકત અલી ખાનને સોંપવામાં આવી હતી, તેમને પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. જો કે, તેઓ લાંબો સમય શાસન કરી શક્યા ન હતા, ચાર વર્ષ બાદ 1951માં તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

આ પણ વાંચો નાણાપ્રધાન નિર્મલા સીતારમણ પ્રથમ વચગાળાનું બજેટ કરશે રજૂ, અહીં જોઈ શકશો લાઈવ

Related post

Attitude Shayari : મુઝે સમજના ઈતના આસાન નહી, ગહરા સમંદર હૂ ખુલા આસમાન નહીં – જેવી શાયરી વાંચો

Attitude Shayari : મુઝે સમજના ઈતના આસાન નહી, ગહરા…

વક્ત રહતે પસીના બહાલો, વરના બાદ મેં આંસૂ બહાના પડેગે અકેલે હૈ મુઝે કોઈ ગમ નહી, જહાં ઈજ્જત નહી વહાં હમ…
દ્વારકા : સુદર્શન સેતુની સુરક્ષા સામે સવાલ સર્જતી ઘટના આવી સામે, યુવકોએ બનાવેલો જોખમી વીડિયો થયો વાયરલ

દ્વારકા : સુદર્શન સેતુની સુરક્ષા સામે સવાલ સર્જતી ઘટના…

તાજેતરમાં પીએમ મોદીએ દ્વારકાના સુદર્શન સેતુ બ્રિજનું લોકાર્પણ કર્યુ છે. ત્યારે દ્વારકાના સુદર્શન સેતુની સુરક્ષા સામે સવાલ સર્જતી ઘટના બની છે.…
મોવડીના મતની ઐસી તૈસી : ચૂંટણી મુદ્દે બે ભાગમાં વહેંચાઈ કોંગ્રેસ, ટિકિટની લડતનું સુરસુરિયું થાય તો નવાઈ નહીં

મોવડીના મતની ઐસી તૈસી : ચૂંટણી મુદ્દે બે ભાગમાં…

ભરૂચ : INDIA ગઠબંધનમાં ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે જવાનો અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ સહીત કોંગ્રેસના અગ્રણીઓની નારાજગી વચ્ચે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *